કોહાટ વિસ્તારમાં સ્થિત મસ્જિદ, સીટી પોલીસ સ્ટેશન અને કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ સ્ટેશનની નજીક વિસ્ફોટ થયો છે.
વિસ્ફોટ અને ભારે ગોળીબાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કોહાટમાં મસ્જિદ પાસે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 15 લોકોના મોત થયા છે. અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. શહેર પોલીસ અને સીટીડી સ્ટેશન નજીકમાં આવેલા છે. વિસ્તારમાં સતત વિસ્ફોટ અને ભારે ગોળીબાર ચાલુ છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ઇમારતોના કાચ પણ તૂટી ગયા હતા.
20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ
પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઘટનામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ ભારે અંધાધૂંધ ગોળીબારની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ થયાના તરત જ આસપાસના વિસ્તારમાં સતત ધડાકા અને અંધાધૂંધ ગોળીબારનો અવાજ સંભળાવા લાગ્યો હતો. આતંકીઓએ સુરક્ષા દળોના મહત્વપૂર્ણ ઠેકાણાઓ અને મસ્જિદ નજીકના વિસ્તારને નિશાન બનાવીને આ હુમલો અંજામ આપ્યો છે.
સર્ચ ઓપરેશન શરૂ
સુરક્ષા દળો દ્વારા વિસ્તારની ઘેરાબંધીઘટનાની જાણ થતાં જ પાકિસ્તાની સેના અને સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તબીબોના જણાવ્યા મુજબ, ઘાયલોની સંખ્યા હજુ પણ વધી શકે છે.
આતંકવાદી ઘટનાઓમાં તીવ્ર ઉછાળો
પ્રાંતમાં વધતી આતંકી પ્રવૃત્તિઓછેલ્લા કેટલાક સમયથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી ઘટનાઓમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. અહીં વારંવાર પાકિસ્તાની પોલીસ, સૈન્ય ચોકીઓ અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવવામાં આવે છે. આ હુમલા પાછળ કયા આતંકવાદી સંગઠનનો હાથ છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં હજુ પણ ભારે તણાવપૂર્ણ સ્થિતિ પ્રવર્તી રહી છે.
આ પણ વાંચોઃ Sheikh Hasinaનો વારસો સંભાળશે પુત્રી Putul, Awami Leagueમાં મળશે મોટું પદ
