ઢાકા પરત ફરતા પહેલા, શેખ હસીનાએ પુતુલને પાર્ટીના સર્વોચ્ચ સંસ્થા, સંસદીય બોર્ડમાં સમાવવાનો નિર્ણય લીધો છે.
ઉત્તરાધિકારનો મુદ્દો ગરમાયો
શેખ હસીના નો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બાંગ્લાદેશમાં તેમના ઉત્તરાધિકારનો મુદ્દો ગરમાયો છે. અગાઉ, એવી ચર્ચાઓ હતી કે હસીના તેમના પુત્ર સજીબ વાજેદ જોયને બાંગ્લાદેશી રાજકારણમાં સમાવી શકે છે. પુતુલને ટોચની સંસ્થામાં સમાવવા માટે, શેખ હસીનાએ નવી દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠક એ સ્થળે થવાની ધારણા છે જ્યાં બાંગ્લાદેશમાં બળવા પછી શેખ હસીના રહે છે.
પુત્રીને શા માટે પ્રોત્સાહન ?
1. શેખ હસીનાની પુત્રી પુતુલ પર બાંગ્લાદેશમાં કોઈ ગંભીર ગુનાનો આરોપ નથી. તેમના પર ફક્ત ભ્રષ્ટાચારનો આરોપ છે. એક કેસમાં તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દરમિયાન, શેખ હસીનાના પુત્ર સજીબ માનવતા વિરુદ્ધના ગુનાઓ અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. આ આરોપોમાં તેમને મૃત્યુદંડની સજાનો સામનો કરવો પડી શકે છે. આનો અર્થ એ થયો કે બાંગ્લાદેશમાં પુત્ર વધુ જોખમમાં છે.
2. પુરુષોની સરખામણીમાં મહિલાઓએ બાંગ્લાદેશી રાજકારણ પર પ્રભુત્વ મેળવ્યું છે. 1990થી2024 દરમિયાન, ફક્ત બે મહિલા નેતાઓ શેખ હસીના અને ખાલિદા ઝિયા બાંગ્લાદેશી રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે. બાંગ્લાદેશમાં મહિલા નેતાઓને વધુ સ્વીકારવામાં આવે છે.
રાજકારણમાં પ્રવેશવા માટે WHOમાંથી રાજીનામું
જ્યારે શેખ હસીના રાજકારણમાં હતી, ત્યારે પુતુલ જોય વિશ્વ આરોગ્ય સંગઠનમાં કાર્યરત હતી. આ સમય દરમિયાન, તેમને અનેક આરોપોનો સામનો કરવો પડ્યો. જોકે, પુતુલે તેમનું કાર્ય ચાલુ રાખ્યું. આ વર્ષે, પુતુલે વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી રાજીનામું આપ્યું. તે WHOના દક્ષિણ-પૂર્વ એકમના વડા હતા.
શેખ હસીના વર્ષના અંતમાં બાંગ્લાદેશ પરત ફરશે
5 ઓગસ્ટ 2024ના રોજ, બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી ઉથલાવી દેવાયા હતા. તેઓ નવી દિલ્હી ભાગી ગયા અને ત્યારથી ભારતમાં રહે છે. હસીના અને તેમના પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓએ આ વર્ષના અંતમાં ઢાકા પાછા ફરવાની જાહેરાત કરી છે. પાછા ફરવાની જાહેરાત કરતા હસીનાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓ સક્રિય થઈ ગયા છે. ત્યાં મહિલાઓ પર ગંભીર અત્યાચાર થઈ રહ્યા છે. લઘુમતી સરકારથી નાખુશ છે. હું આ લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે ઢાકા પાછા ફરીશ.
આ પણ વાંચોઃ નિઠારી હત્યાકાંડમાં કોર્ટે નિર્દોષ જાહેર કરેલા Surendra Koliએ હરિદ્વારમાં ફાંસી લગાવી કરી આત્મહત્યા
