- 2024ની ચૂંટણી પહેલા બ્રિટન રાજકિય સ્ટંન્ટ
- બ્રિટનના વિપક્ષી લેબર પાર્ટીના નેતાની નવી રણનીતિ
- મતદારોને રીઝવવા માર્ગારેટ થેચરની કરી પ્રશંસા
બ્રિટનના વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે 2024ની ચૂંટણી પહેલા સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના મતદારોને આકર્ષવાના પ્રયાસો માટે પૂર્વ ટોરી PMની પ્રશંસા કરી હતી. સ્ટારમેરે રવિવારે ભૂતપૂર્વ લેબર વડાપ્રધાન ટોની બ્લેર સાથે માર્ગારેટ થેચરની પ્રશંસા કરી હતી.
બ્રિટનના વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે કહ્યું કે માર્ગારેટ થેચર બ્રિટનને ખૂબ ઊંચાઈએ લઈ ગયા છે, જ્યારે ટોની બ્લેરે ફરી એકવાર જૂની પાર્ટીને મજબૂત બનાવી છે. માર્ગારેટ થેચર બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને વર્તમાન વડા પ્રધાન ઋષિ સુનાક જેવા ટોરી નેતાઓએ પણ ઘણી વખત થેચરની પ્રશંસા કરી છે.













