- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સાત દિવસીય યુદ્ધવિરામના અંત
- IDFએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહની સ્થિતિ પર હુમલો
- હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં હજારો લોકો મોતને ભેટ્યા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સાત દિવસીય યુદ્ધવિરામના અંત બાદ ઇઝરાયેલી સુરક્ષા દળોએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહની સ્થિતિ પર હુમલો કર્યો હતો. જો કે હિઝબુલ્લાહ યુદ્ધવિરામમાં સામેલ ન હતો, પરંતુ તેણે ગયા અઠવાડિયે તેના હુમલા બંધ કરી દીધા હતા, જેના કારણે ઇઝરાયલે પણ તેની સૈન્ય કાર્યવાહી રોકવી પડી હતી. પરંતુ ગાઝામાં યુદ્ધવિરામ ખતમ થયા બાદ ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારોમાં ફરી એકવાર હુમલાઓ તેજ થઈ ગયા છે.
IDFએ હિઝબોલ્લાહ અને સીરિયાને કર્યો ટ્રાર્ગેટ
લેબનોનથી શોમરામાં 2 મોર્ટાર છોડવામાં આવ્યા હતા. આ બંને મોર્ટાર ખુલ્લા વિસ્તારમાં પડ્તાની સાથે જ વિનાશક વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી. બપોરે અનેક રોકેટ પણ છોડવામાં આવ્યા હતા. આ હુમલાની જવાબદારી હિઝબુલ્લાએ લીધી છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે લેબનોનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.
ઈઝરાયેલમાં 6 સૈનિકો સાથે 3 સ્થાનિક લોકોના મોત
હિઝબુલ્લાએ કહ્યું કે દક્ષિણ લેબનોનમાં હુમલા બાદ તેના 79 સભ્યો માર્યા ગયા છે. ઈઝરાયેલમાં છ સૈનિકો સાથે ત્રણ સ્થાનિક લોકોના મોત થયા છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના વડા રામી અબ્દેલ રહેમાને જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ માટે કામ કરતા બે સીરિયન લડવૈયાઓ માર્યા ગયા હતા. સંસ્થા માટે કામ કરતા અન્ય સાત લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયેલ દ્વારા સતત સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમને બનાવ્યું નિશાન
જો કે ઈઝરાયેલના સૈનિકોએ સીરિયામાં થયેલા હુમલાને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. તેમણે કહ્યું કે સંગઠન માટે હથિયારોના શિપમેન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ દ્વારા સતત સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવીને હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે.