- ઇઝરાયેલની સરકારે તેના ઉદ્દેશ્યોને ખૂબ જ ચોકસાઈથી નક્કી કરવાની જરૂર
- હમાસને શું સંપૂર્ણપણે નષ્ટ કરી શકાય તો 10 વર્ષ જેટલો સમય લાગી શકે છે
- વિશ્વભરના નેતાઓને શાંતિ સ્થાપવા માટે અપીલ કરી
થોડાં દિવસ માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ રહ્યા બાદ ફરી એકાવર ઘમાસણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ વચ્ચે દુનિયા દ્વારા ફરી યુદ્ધવિરામ માટેના પ્રયાસો તેજ થયા છે. આ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ ગાઝામાં હિંસા ફરી શરૂ થવા અંગે ચિંતિત છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બીજા યુદ્ધવિરામના પ્રયત્ન કરવા માટે કતાર જઇ રહ્યા છે.
નોંધનીય છેકે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ શુક્રવારે સમાપ્ત થઈ ગયો હતો, ત્યારબાદ હિંસાનો સમય ફરી શરૂ થઈ ગયો છે. જ્યારે COP28 કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દુબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અન્ય યુદ્ધવિરામ માટે પ્રયાસો શરૂ કરવાની વાત કરતાં કહ્યું કે, અમે એવી પરિસ્થિતિમાં આવ્યા છીએ જ્યારે ઇઝરાયલની સરકારે ખૂબ જ ચોકસાઈથી તેના ઉદ્દેશ્યો નક્કી કરવાની જરૂર છે.













