નાગરિકતા મેળવવાથી લઈને કેનેડામાં પરમેન્ટ રેસીડેન્ટ મેળવવા સુધીની રાહ લાંબી થવા જઈ રહી છે. હાલમાં, કેનેડામાં ઈમિગ્રેશન માટે અરજીઓનો મોટો ઢગલો છે. ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા પાસે 10,97,000 અરજીઓ છે જે તેમના પ્રોસેસિંગ સમય કરતાં વધુ સમય સુધી પેન્ડિંગ છે.
30 સપ્ટેમ્બર સુધીમાં કેનેડામાં નાગરિકતા, પરમેન્ટ રેસીડેન્ટ (PR) અને અસ્થાયી નિવાસ માટેની કુલ 24,50,600 અરજીઓ પ્રક્રિયામાં છે. IRCC એ 6 નવેમ્બરે તેના પોર્ટલ પર જણાવ્યું હતું કે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં આ બેકલોગમાં માસિક 1.73 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવને કારણે આ ઈમિગ્રેશન બેકલોગની સૌથી વધુ અસર ભારતીયો પર જોવા મળી રહી છે. કેનેડાએ ભારતમાં રાજદ્વારી સ્ટાફમાં ઘટાડો કર્યો છે, જેના કારણે ભારતીયોને વિઝા મેળવવામાં વધુ સમય લાગી રહ્યો છે. ઓછા રાજદ્વારીઓ હોવાનો અર્થ એ છે કે ભારતીયો માટે લાંબી રાહ જોવી.
કઈ કેટેગરીમાં કેટલો ઈમિગ્રેશન બેકલોગ?
આગામી બે મહિના કેનેડા ઈમિગ્રેશન સિસ્ટમ માટે પણ ભારે રહેશે, કારણ કે બેકલોગમાં લગભગ 17,500 અરજીઓ પેન્ડિંગ હોઈ શકે છે. પરંતુ સરકાર 2025ની શરૂઆતમાં પ્રોસેસિંગ સમયને સ્થિર કરવાનું લક્ષ્ય રાખે છે. એવું નથી કે બેકલોગ કોઈ ચોક્કસ કેટેગરીમાં જ જોવા મળે છે. સિટિઝનશિપ, પરમેનન્ટ રેસિડન્સી અને ટેમ્પરરી રેસિડન્સી જેવી કેટેગરીમાં મહત્તમ બેકલોગ જોવા મળી રહ્યો છે. દરેક કેટેગરી પર અલગ-અલગ દબાણ જોવા મળે છે.
નાગરિકતા માટેની અરજીઓ: 38,100 અરજીઓનો બેકલોગ, ઓગસ્ટથી 1.29% નો થોડો ઘટાડો.
પરમેન્ટ રેસીડેન્ટ માટેની અરજીઓ: 3,05,200 અરજીઓનો બેકલોગ, 1.46% નો વધારો.
ટેમ્પરરી રેસીડેન્ટ માટેની અરજીઓ: 753,700 અરજીઓનો બેકલોગ, 2%નો વધારો.
વિદ્યાર્થીઓ અને અન્ય ટેમ્પરરી રેસીડેન્ટ તરફથી અરજીઓના સતત ધસારાને કારણે ટેમ્પરરી રેસીડેન્ટમાં જુલાઈથી 13.44% વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. બેકલોગમાં મહત્તમ વધારો ટેમ્પરરી રેસીડેન્ટમાં જોવા મળ્યો છે. જુલાઈથી અત્યાર સુધીમાં તેમાં 13.44 ટકાનો વધારો થયો છે. આનું એક મુખ્ય કારણ વિદ્યાર્થીઓ અને અન્ય હંગામી રહેવાસીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજીઓ છે.
લાંબા સમય સુધી પ્રક્રિયા કરવામાં નુકસાન શું છે?
કેનેડામાં વધતા ઈમિગ્રેશન બેકલોગની નોંધપાત્ર અસર છે. આ અસર માત્ર ભારતીય શ્રમિકો અને વિદ્યાર્થીઓ સુધી સીમિત નથી, પરંતુ તેની અસર વિવિધ ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે. સૌથી વધુ અસર તે ઉદ્યોગો પર પડશે જે વિદેશી કામદારો પર વધુ નિર્ભર છે. વિઝા પ્રક્રિયાના સમયમાં વધારો થવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે સમયસર અભ્યાસ શરૂ કરવો મુશ્કેલ બની ગયો છે. ભારતીય કામદારો પણ સમયસર કંપનીઓમાં જોડાઈ શકતા નથી.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.