- કેનેડાના PM ટ્રુડોનું એક કેનેડિયન નાગરિકે ભારે અપમાન કર્યું
- 'હું તમારી સાથે હાથ નહીં મિલાવું,તમે અમારા પૈસા યુક્રેનને આપી દીધા
- આશ્ચર્યચકિત થઈને ટ્રુડોએ વ્યક્તિની આકરી પ્રતિક્રિયાનું કારણ જાણ્યું
કેનેડાના PM ટ્રુડોનું એક કેનેડિયન નાગરિકે ભારે અપમાન કર્યું છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કેનેડિયન નાગરિક તરફ ટ્રુડો જાય છે અને તેની સાથે હાથ મિલાવાનો પ્રયાસ કરે છે. પહેલા ટ્રુડો એક બાળકને મળે છે ત્યાર બાદ તેઓ બીજી બાજુ ઉભેલા લોકોનું અભિવાદન કરવા આગળ વધે છે. તે જ સમયે એક માણસને એમ કહેતો સાંભળી શકાય છે કે, 'હું તમારી સાથે હાથ નહીં મિલાવું, તમે અમારા પૈસા યુક્રેનને આપી દીધા છે.'
ભીડમાં ઉભેલા એક વ્યક્તિએ જસ્ટિન ટ્રુડોને કહ્યું હતું કે તમે બહુ ખરાબ માણસ છો. આ જોઈને આશ્ચર્યચકિત થઈને ટ્રુડોએ વ્યક્તિની આકરી પ્રતિક્રિયા પાછળનું કારણ પૂછ્યું હતું. તેના પર તે વ્યક્તિ કહે છે કે તમે આ આખા દેશને બરબાદ કરી દીધો છે.
રાષ્ટ્રીય આવાસ કટોકટી પર ઉઠાવવામાં આવેલ પ્રશ્ન
જસ્ટિન ટ્રુડોએ પોતાને આ અંગે પ્રશ્ન પુછ્યો તેના પર વ્યક્તિએ નેશનલ હાઉસિંગ ક્રાઈસીસ પર જવાબ આપ્યો હતો. શું કોઈ ઘર ખરીદી શકે છે? જેની સાથે કેનેડિયનો સંઘર્ષ કરી રહ્યા છે. આ સિવાય વ્યક્તિએ પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે તમે લોકો પાસેથી કાર્બન ટેક્સ વસૂલ કરો છો. તમારા પોતાના લોકો, તમારા કાફલાના લોકો, પોતે જ પ્રચંડ કાર્બન ઉત્સર્જન કરતા હોય તેવું લાગે છે.
ટ્રુડોએ એમ કહીને કાર્બન ટેક્સને વાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.તમે જાણો છો કે અમે તે કાર્બન ટેક્સ સાથે શું કરી રહ્યા છીએ?કેમેરો પકડેલા માણસે અટકાવ્યો અને પૂછ્યું હતું કે, અમારી પાસેથી શું વસૂલવામાં આવે છે? આના પર ટ્રુડોએ કહ્યું કે તેમની સરકાર પ્રદૂષણ પર ટેક્સ લગાવી રહી છે અને તમારા જેવા પરિવારોને પૈસા પરત કરી રહી છે.
યુક્રેનની મદદ પર ઉઠાવ્યા સવાલો
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની સરકારે ફેબ્રુઆરી 2022માં રશિયન આક્રમણ બાદ યુક્રેનને અંદાજે 10 બિલિયન ડોલર આપ્યા છે. આ મુદ્દે પણ વ્યક્તિએ ટ્રુડોને ઘેરીને સવાલો પૂછ્યા હતા. વ્યક્તિએ ફંડની ફાળવણી પર સવાલ ઉઠાવ્યા હતા અને વડાપ્રધાન પર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તમે અમને જે પૈસા આપી રહ્યા છો તે પણ યુક્રેન મોકલવા જોઈએ. તમે તેને તે માણસને મોકલો જે પોતાના જ દેશને મારી રહ્યો છે.
ટ્રુડોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે તમે પુતિનની વાત સાંભળી રહ્યા છો. આ સમગ્ર ઘટના સાથે જોડાયેલા વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા લોકોએ વડાપ્રધાનની ટીકા કરી છે. આ વીડિયો ક્લિપને અત્યાર સુધીમાં 7.5 લાખ લોકો જોઈ ચૂક્યા છે.