- કેનેડા અને ભારત વચ્ચે ખટાશ ભર્યા સંબંધો
- ખાલિસ્તાન આંદોલનને લઈને ઘણો વિવાદ વકર્યો
- વિવિધ હિંદુ મંદિરોમાં તોડફોડ કરવા બદલ કાર્યવાહીની માંગ
તાજેતરમાં જ કેનેડા અને ભારત વચ્ચે ખાલિસ્તાન આંદોલનને લઈને ઘણો વિવાદ થયો હતો. આ વિવાદને કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય કેનેડામાં સતત વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓને લઈને ત્યાંના રાજકારણીઓએ નારાજગી વ્યક્ત કરી છે. વિવિધ હિંદુ મંદિરોમાં તોડફોડ કરવા બદલ ખાલિસ્તાન તરફી તત્ત્વો સામે પગલાં ન લેવા પર નિરાશા વ્યક્ત કરતાં, કેનેડા-ઈન્ડિયા ફાઉન્ડેશને દેશના રાજકારણીઓને તેમનું મૌન તોડવા અને બહુ મોડું થાય તે પહેલાં આ કટ્ટરપંથીઓ પર લગામ લગાવવા જણાવ્યું છે.
ભારતીય-કેનેડિયન હિમાયત સંસ્થાએ રાજકારણીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે: “હિંસા-પ્રવૃત્ત ઉગ્રવાદીઓના જૂથ દ્વારા અમારા સમુદાય સામે જારી કરાયેલી ધમકીઓએ તાજેતરમાં ખતરનાક પરિમાણ લીધું છે. આવા જ એક સ્વ-ઘોષિત ઉગ્રવાદી નેતાએ નવેમ્બર મહિનામાં કેનેડિયનોને એર ઈન્ડિયામાં મુસાફરી ન કરવાની ચેતવણી આપી હતી.પત્રમાં આશ્ચર્યજનક બાબત એ છે કે રાજકારણીઓ અને મીડિયાએ આ ધમકીને કેમ અવગણી છે. સંગઠને તેના પત્રમાં લખ્યું છે કે "અમે વધુ નિરાશ છીએ કે અમારા રાજકીય નેતાઓએ આ ગંભીર મુદ્દા પર સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે. "આતંકવાદ અને ધમકીઓ સાથે વ્યવહાર કરવા માટેનો આ પસંદગીયુક્ત અભિગમ આ વિશ્વને સુરક્ષિત સ્થાન બનાવશે નહીં.













