- કેનેડાના શીખ સાંસદ જગમીત સિંહે નિજ્જરની હત્યાને લઈને કર્યો દાવો
- નિજ્જરની હત્યામાં વિદેશી સરકારની સંડોવણીના સ્પષ્ટ સંકેતો:જગમીત સિંહ
- દેશ પાસે 'સ્પષ્ટ' અને 'વિશ્વસનીય ગુપ્ત માહિતી' છે
કેનેડાના શીખ સાંસદ જગમીત સિંહે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને મોટો દાવો કર્યો છે. હકીકતમાં શાસક પક્ષની સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના એક નેતાનું કહેવું છે કે નિજ્જરની હત્યામાં વિદેશી સરકારની સંડોવણીના સ્પષ્ટ સંકેતો છે.
અહેવાલ મુજબ, જગમીત સિંહે તેમના હાલના નિવેદનમાં કહ્યું હતું કે, દેશ પાસે 'સ્પષ્ટ' અને 'વિશ્વસનીય ગુપ્ત માહિતી' છે જે સૂચવે છે કે વિદેશી સરકાર તેના નાગરિક અને ખાલિસ્તાન તરફી કટ્ટરપંથી હરદીપ સિંહ નિજ્જરને નિશાન બનાવી રહી છે. હત્યા NDP નેતા જગમીત સિંહે મંગળવારે ઓટાવામાં પત્રકારોને જણાવ્યું હતું કે, જેવી રીતે વડાપ્રધાન ટ્રુડોએ જાહેરમાં શેર કર્યું છે ત્યાં કેનેડિયન ગુપ્ત માહિતી છે જે સૂચવે છે કે જે સૂચવે છે કે કેનેડિયન નાગરિકની કેનેડાની ધરતી પર હત્યા કરવામાં આવી હતી. સરકારની સંડોવણીના સ્પષ્ટ સંકેતો છે.
ગુપ્તચર માહિતી ખૂબ જ વિશ્વસનીય છેઃ જગમીત સિંહ
કેનેડાના શીખ સાંસદ જગમીત સિંહે કહ્યું કે મને લાગે છે કે આ ગુપ્ત માહિતી ખૂબ જ વિશ્વસનીય છે. આ ખૂબ જ ગંભીર છે. પોતાની વાતનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું હતું કે આ હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત પહેલા જ આ આરોપોને નકારી ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે, સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી કેનેડાની સંસદના નીચલા ગૃહમાં ચોથી સૌથી મોટી પાર્ટી છે.
ટ્રુડોએ ભારત પર આરોપ લગાવતા પહેલા અમારી સાથે વાત કરી હતી
કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહે દાવો કર્યો હતો કે ટ્રુડોએ તેમને અને કન્ઝર્વેટિવ લીડર પિયર પોઈલીવરને આરોપો જાહેરમાં શેર કરતા પહેલા જણાવ્યું હતું. સિંહે કહ્યું હતું કે તેમના મંતવ્યો તેમને મળેલી ગુપ્ત માહિતી પર આધારિત છે. તેથી અમે કેનેડાની સરકારને સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરવાનું ચાલુ રાખીશું જેથી કરીને જવાબદારોને આગળ લાવી શકાય. ભારતમાં ખાલિસ્તાનના સમર્થક તરીકે જાણીતા આ નેતાએ કહ્યું હતું કે કેનેડામાં શીખોને નિશાન બનાવવાનો ભય ખૂબ જ વાસ્તવિક છે.
સમય આવશે ત્યારે પુરાવા જાહેર કરવામાં આવશે
પુરાવાઓને જાહેર કરવાના મુદ્દા પર કેનેડિયન સાંસદે કહ્યું હતું કે માહિતી યોગ્ય રીતે જાહેર કરવામાં આવશે અને તે ખૂબ ઝડપથી કરવાથી તપાસ અને જે કામ થઈ રહ્યું છે તે જોખમમાં મૂકશે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ગવર્નર-જનરલ ડેવિડ જ્હોન્સનને આ મામલાની માહિતી બહાર લાવવા માટે વિશેષ દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ માહિતી તેમના દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો પરથી મળી હતી.