• નિજ્જરની હત્યામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની પોલ ખુલી
  • નિજ્જરની હત્યા ડ્રગ્સના વેપાર પર નિયંત્રણના કારણે કરવામાં આવી
  • નિજ્જરની હત્યામાં બે કેનેડિયન ISI એજન્ટ રાહત રાવ અને તારિક કિયાની સામેલ

ભારત સરકારના સૂત્રોનો દાવો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા કરવામાં આવી હતી. નિજ્જરની હત્યા ડ્રગ્સના વેપાર પર નિયંત્રણના કારણે કરવામાં આવી હતી. નિજ્જરની હત્યામાં બે કેનેડિયન ISI એજન્ટ રાહત રાવ અને તારિક કિયાની સામેલ છે. આ બંને ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ અજાણ્યા વ્યક્તિ માટે નિજ્જર પાસે જવું અશક્ય હતું પરંતુ બંને હેન્ડલર્સ તેને મળતા હતા. આ કારણથી તેની હત્યા એવી જગ્યાએ કરવામાં આવી હતી જ્યાં કોઈ નિજ્જરની નજીક પણ જઈ શકતું ન હતું. તે ISIના સમર્થનથી જ ખાલિસ્તાની એજન્ડા ચલાવતો હતો. ISIની મદદથી પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટર્સ ડ્રગ્સ સ્મગલિંગ ગેંગ ચલાવી રહ્યા છે. આતંકવાદીઓ અને ISIને પણ કમાણીનો હિસ્સો મળે છે. આ નેટવર્ક પર આઈએસઆઈની પકડ ઢીલી થવાને કારણે આતંકવાદીઓએ પોતાની ઈચ્છા મુજબ પૈસાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો જેના કારણે નિજ્જરને રસ્તામાંથી હટાવવો પડ્યો હતો.

ભારત વિરુદ્ધ પુરાવા: જગમીત સિંહ

ખાલિસ્તાન તરફી પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે કહ્યું હતું કે નિજ્જર હત્યા કેસમાં કેનેડા પાસે ભારત વિરુદ્ધ મજબૂત પુરાવા છે. પીએમ ટ્રુડોની લઘુમતી સરકારનું સમર્થન કરતા જગમીતે કહ્યું હતું કે તેમની પાર્ટી આ કેસમાં દોષિતોને ઝડપથી સજા કરવા માટે સરકાર પર દબાણ લાવશે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સથી તેઓ આ બાબતે સરકારના વલણને સમર્થન આપી રહ્યા છે.

કેનેડામાં હિન્દુ ફોરમે પન્નુ પર પ્રતિબંધની માંગ કરી

હિંદુ ફોરમ કેનેડાએ લઘુમતી હિંદુઓને કેનેડા છોડવાની ધમકી આપવા બદલ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. ફોરમના વકીલ પીટર થોર્નિંગે ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરને પત્ર લખીને પન્નુને કેનેડામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. થોર્નિંગે મિલરને કહ્યું હતું કે પન્નુની ધમકીઓને કારણે કેનેડિયન હિંદુ સમુદાય ડરી ગયો છે.



  • Follow us on: