- ચીન ભૂટાન પર પોતાની સાથે રાજદ્વારી સંબંધો વધારવા પ્રયાસ
- સરહદી મુદ્દાઓને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા ચીનનું દબાણ
- બંને દેશોના વિકાસલક્ષી કરાર આધારે થઇ ચર્ચા
ચીન ભૂટાન પર પોતાની સાથે રાજદ્વારી સંબંધો વધારવાને લઇ અનેક દેશ સાથે કૂટનીતિ રમતો રમે છે. અનેક દેશને દેવાદાર બનાવે છે તો ક્યારેક વિકાસના નામે લાલચ આપે છે. તેવામાં ચીન હવે ભૂટાન પર પોતાની સાથે રાજદ્વારી સંબંધો મજબૂત કરવા અને સરહદી મુદ્દાઓને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા દબાણ કરી રહ્યું છે.
ચીન-ભૂતાન સીમા વાટાઘાટોને લઇ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરહદી મુદ્દાઓને ઉકેલવા માટે ચીન હવે મથામણ કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને બેઈજિંગ પહોંચેલા ભૂટાનના વિદેશ મંત્રી ડો.તાન્ડી દોરજીએ મંગળવારે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. ઝેંગે કહ્યું કે, બંને પક્ષો સરહદ સીમાંકન પ્રક્રિયાને ઝડપી બનાવવા અને બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા સંમત થયા છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે,ચીન અને ભૂટાન મૈત્રીપૂર્ણ કરવા બંને દેશોએ હજુ સુધી રાજદ્વારી સંબંધો વધાર્યા નથી.













