- નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક વચ્ચેના સંબંધોને ખૂબ જ સારા
- PM મોદી અને સુનકે એકબીજા સાથે ફોન પર વાત કરી
- આતંકવાદ અને સુરક્ષા પર ચર્ચા બંને તેનાએ કરી ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેના સંબંધોને ખૂબ જ ખાસ અને સારા માનવામાં આવે છે. હાલમાં પીએમ મોદી અને પીએમ સુનકે એકબીજા સાથે ફોન પર વાત કરી હતી. કોલ દરમિયાન નેતાઓએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત બંનેએ વેપાર, રોકાણ, ટેક્નોલોજી, સુરક્ષા અને આરોગ્યસંભાળ સહિત અન્ય ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. ભારત અને બ્રિટને વેપાર-સંબંધિત કરાર તરફ થઈ રહેલી પ્રગતિ પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સિવાય બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ ખાસ કરીને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ વિચાર વિનિમય કર્યો હતો.













