- મિયાંવાલીના પોલીસ સ્ટેશનને આતંકીઓએ બનાવ્યું નિશાન
- હુમલામાં એક અધિકારીનું મોત અન્ય 3 ઇજાગ્રસ્ત
- પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
પાકિસ્તાનમાં દિવસેને દિવસે આતંકી હુમાલ વધવા લાગ્યા છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ વચ્ચે અથડામણ યથાવત છે. તેવામાં અનેક વાર આતંકીઓએ પાકિસ્તાનમાં હુમલો કરવાનું પ્લાન બનાવીને જનજીવનને ઠેસ પહોંચાડે છે. તેવામાં પાકિસ્તાની તાલિબાનએ શનિવારે મોડી રાત્રે પૂર્વી પંજાબ પ્રાંતમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક અધિકારીનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
પોલીસ સ્ટેશનને આતંકીઓએ બનાવ્યું નિશાન
મળતી માહિતી મુજબ આતંકીના નિશાન પર હવે પાકિસ્તાન ચડ્યું છે. આતંકી હુમલા અવાર નવાર પાકિસ્તાન પર થઇ રહ્યા છે. આ આતંકવાદી હુમલા પાછળ ISIનું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાની તાલિબાનએ શનિવારે મોડી રાત્રે પૂર્વી પંજાબના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1 પોલીસ જવાનનું મોત થયું છે ત્યારે અન્ય 3 ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઇ માહિતી મળી રહી છે કે, આ હુમલા બાદ થયેલા એન્કાઉન્ટરમાં 2 હુમલાખોરો માર્યા ગયા હતા. અધિકારીઓ દ્વારા આતંકવાદ વિરોધી પોલીસના પ્રવક્તા ઈમરાન નવાઝે જણાવ્યું કે, આ હુમલો પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લામાં થયો હતો. તેમણે કહ્યું કે જ્યારે વધારાના સુરક્ષા જવાનો આતંકવાદીઓથી ઘેરાયેલી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા ત્યારે બંને વચ્ચે અથડામણ થઇ હતી.
પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
આતંકી હુમલાને લઇ પોલીસે જાણકારી આપતા જણાવ્યું હતુ કે હુમલામાં 10થી 12 આતંકવાદીઓના જૂથે મધરાત પછી મિયાંવાલીના ઈસા ખેલ વિસ્તારમાં સ્થિત કુંડલ પોલીસ ચોકી પર હુમલો કર્યો. નવાઝે કહ્યું કે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે કેટલાક કલાકો સુધી અથડામણમાં 2 આતંકીને ઠાર કર્યા છે જ્યારે અન્ય એક આતંકવાદી પણ ઘાયલ થયો હતો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. હુમલાખોરોને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.