• નેપાળગંજમાં સાંપ્રદાઇ ટીપ્પણી પર વિવાદ
  • મામલો બિચકાતા 2 સમુદાયોમાં અથડામણ
  • ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ તૈનાત

નેપાળના એક શહેરમાં 2 જૂથ્થો વચ્ચેની અથડામણને રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે કર્ફ્યુ બાદ દક્ષિણ-પશ્ચિમ નેપાળના શહેર નેપાલગંજમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.રાજધાની કાઠમંડુથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં આવેલા નેપાળગંજમાં સમુદાયોને લઇ વિરોધ પ્રદર્શનો પર થયેલા હુમલાને પગલે મંગળવાર બપોરથી લોક ડાઉન લગાવામાં આવ્યું છે.

કાઠમંડુથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં નેપાળગંજમાં થયો વિરોધ

મળતી માહિતી મુજબ નેપાળના નેપાળગંજમાં એક યુવકે સોશિયલ મીડિયા પર અન્ય સાંપ્રદાઇ વિશે સ્ટેટસ પોસ્ટ કરીને વિવાદ ઉભો કર્યો હતો. વિરોધમાં અન્ય જૂથ્થોએ રસ્તાઓ પર ટાયરો સળગાવ્યા અને ટ્રાફિક બ્લોક કરી દીધો. જૂથ અથડામણ વચ્ચે વધી રહેલા વિવાદમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે અને સુરક્ષા પણ સઘન કરવામાં આવી છે. જો કે લોકડાઉન બાદ દક્ષિણ પશ્ચિમ નેપાળના શહેર નેપાળગંજમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.

3 ઓક્ટોબરએ એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરોધીઓએ પથ્થરો અને બોટલો ફેંકી હતી. આમાં કેટલાક લોકોને થોડી ઈજા થઈ હતી. રાજધાની કાઠમંડુથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં નેપાળગંજમાં વિરોધ પર થયેલા હુમલાને પગલે મંગળવારે બપોરથી અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

નેપાળ શહેરમાં લોકડાઉન લાગુ 

વિસ્તારના પોલીસ વડા સંતોષ રાઠોડે જણાવ્યું હતું કે અધિકારીઓ શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. લોકડાઉન દરમિયાન લોકોને તેમના ઘરની બહાર નીકળવા અથવા જૂથોમાં ભેગા થવા પર પ્રતિબંધ છે. બુધવારની સવાર અને ગઈ રાત સુધી કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનના અહેવાલ નથી. તમને જણાવી દઈએ કે નેપાળમાં સાંપ્રદાયિક હિંસા સામાન્ય નથી. આ સામપ્રદાયીક બહુમતી ધરાવતો દેશ છે આ વિવાદને લઇ સમગ્ર વિસ્તારમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. અનેક જગ્યાએ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

  • Follow us on: