• યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત
  • યુદ્ધમાં 3 લાખ સૈનિકો ગુમાવતાં પુતિન અપીલ કરવા મજબૂર
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને કરી અપીલ

યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ આક્રમક યુદ્ધમાં બંને તરફથી ઘણા લોકો માર્યા ગયા છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વિચિત્ર નિવેદન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને અપીલ કરી છે કે તે ઓછામાં ઓછા 8 બાળકો પેદા કરે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે આપણે મોટા પરિવારોને સામાન્ય નજરે જોવા પડશે અને આ જરૂરી છે. 

રશિયામાં જન્મ દરમાં વધારો થયો નથી

એક રિપોર્ટ અનુસાર, રશિયામાં જન્મ દર 1990ના દાયકાથી સતત ઘટી રહ્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદથી દેશમાં 3 લાખથી વધુ લોકોના મોત થયા છે. પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રશિયાની વસ્તી વધારવી એ આગામી દાયકાઓ સુધી અમારું લક્ષ્ય રહેશે.

શું અપીલ કરી પુટિને?

વ્લાદિમીર પુતિને કહ્યું કે આપણે આવનારા અમુક દાયકા સુધી વસતી વધારવાનું લક્ષ્ય રાખવું પડશે. તેમણે કહ્યું કે આપણે ત્યાં અનેક સમુદાય છે જે આજે પણ મોટા પરિવારમાં વિશ્વાસ ધરાવે છે. તેમને ત્યાં 4-5 કે તેના કરતાં પણ વધુ બાળકો છે. આપણે યાદ રાખવું જોઇએ કે આપણી દાદી, પરદાદી અને નાનીના 7 કે 8 બાળકો કે પછી તેના કરતાં પણ વધુ બાળકો હતા. આપણે મોટા પરિવારોની પરંપરાને જીવંત રાખવી પડશે. તેને એક સામાન્ય નિયમ બનાવવો પડશે. તેમણે કહ્યું કે પરિવાર ફક્ત રાજ્ય અને સમાજના જ આધાર નથી પણ ધાર્મિક દૃષ્ટિએ પણ યોગ્ય છે.

પુતિને કહ્યું, પરિવાર વધારવાની પરંપરા વધારવી જરૂરી છે

વ્લાદિમીર પુતિને કહ્યું કે આપણા ઘણા વંશીય જૂથોએ પાંચ કે તેથી વધુ બાળકો ધરાવતા પરિવારની પરંપરા જાળવી રાખી છે. તે જ સમયે, પુતિને કહ્યું કે ચાલો યાદ રાખીએ કે રશિયન પરિવારો, અમારી ઘણી દાદી અને પરદાદીને સાત, આઠ કે તેથી વધુ બાળકો હતા. ચાલો આપણે સાથે મળીને એ પરંપરાઓને જાળવીએ અને પુનઃજીવિત કરીએ. કુટુંબ એ માત્ર રાજ્ય અને સમાજનો પાયો નથી, તે એક આધ્યાત્મિક ઘટના છે, નૈતિકતાનો સ્ત્રોત છે.

યુદ્ધમાં 3 લાખ સૈનિકો ગુમાવતાં પુટિન અપીલ કરવા મજબૂર

તમને જણાવી દઈએ કે બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે યુક્રેનમાં મૃત્યુઆંક ત્રણ લાખને વટાવી ગયો છે. અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અંદાજિત આઠ લાખથી વધુ લોકોએ દેશ છોડી દીધો છે. યુક્રેન યુદ્ધને કારણે લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને કારણે રશિયા ગંભીર અછત અને વધતી જતી આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. 

  • Follow us on: