• આફ્રિકન દેશ મડાગાસ્કરમાં 'ગેમન' ચક્રવાતનો કેર યથાવત્
  • વિશ્વના ચોથા સૌથી મોટા ટાપુ પર આવેલા મડાગાસ્કર દેશની ભારે ખુવારી
  • છેલ્લા બે દિવસમાં પૂરનાં પાણીએ મડાગાસ્કરના ઉત્તર-પૂર્વમાં કાળો કેર વર્તાવ્યો 

આફ્રિકાના પૂર્વ ટાપુ પર આવેલા મડાગાસ્કર દેશમાં 'ગેમન' નામના ચક્રવાતે ભારે તબાહી મચાવી છે. આ ચક્રવાકને લીધે આ અઠવાડિયામાં જ 18 લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ સિવાય અત્યાર સુધીમાં 20 હજાર લોકો બેઘર થયા છે. ત્રણ લોકો ઘાયલ છે અને ચાર લોકો ગુમ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્યૂરો (BNGRC)એ એક અહેવાલમાં જણાવ્યું છે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત 'ગેમન'એ શુક્રવાર અને શનિવારે મડાગાસ્કરના ઉત્તર-પૂર્વમાં કાળો કેર વર્તાવ્યો હતો.

‘ગેમન’વાવાઝોડાએ વિનાશ વેર્યો

મળતી માહિતી અનુસાર મોડી શુક્રવાર અને શનિવારે ચક્રવાતી તોફાન 'ગેમન' 150 કિમી પ્રતિ કલાકની ઝડપે મડાગાસ્કરના ઉત્તરીય ક્ષેત્રમાં વિનાશ વેર્યો હતો. ધીરે-ધીરે તે સમાપ્ત થઈ ગયું પરંતુ પૂરને કારણે મોટું નુકસાન થયું. અનેક રસ્તાઓ અને પુલ ધરાશાયી થયા છે. દેશના સાત પ્રદેશોમાં તબાહી મચાવનાર ચક્રવાતથી 9,024 મકાનો સહિત કુલ 36,307 લોકો પ્રભાવિત થયા છે.

'ગેમન' મડાગાસ્કરમાં તબાહી મચાવે છે

મડાગાસ્કર દેશના વહીવટી તંત્ર BNGRCના જણાવ્યા અનુસાર, ચક્રવાત ગેમનના કારણે આવેલા પૂરને કારણે દેશમાં વ્યાપક નુકસાન થયું છે. લગભગ 6,675 ઘરો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે 617 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. મડાગાસ્કરના ઉત્તરમાં રસ્તાઓ અને પુલ તૂટી પડ્યા છે. ગેમેન આ વર્ષે દેશમાં સૌથી વધુ પ્રભાવિત ચક્રવાત હતું. ગયા વર્ષની શરૂઆતમાં ચક્રવાત ફ્રેડી અને ટ્રોપિકલ સ્ટોર્મ ચેન્સોના કારણે 37 લોકોનાં મોત થયા હતા. હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી।


  • Follow us on: