- ન્યુજર્સીના 11માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં પરિણામ જાહેર
- મતગણતરીમાં ગોપાલે 60 ટકાથી વધુ મતો મોળવ્યા
- ગોપાલ સેનેટર તરીકે 2017, 2021 અને ફરી 2023માં પસંદગી
ભારતીય મૂળના અને અમેરિકી રાજ્યના સીનેટર વિન ગોપાલની ન્યુજર્સી સેનેટમાં ત્રીજા કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી છે. અમેરિકામાં લગભગ 37 રાજ્યોમાં મંગળવારે પરિણામ જાહેર થયા હતા. જેમાં ખાસ કરીને ન્યુજર્સીના 11માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં મંગળવારે પરિણામ જાહેર થયું છે, જેમાં 38 વર્ષિક ડેમોક્રેટ સેનેટર ગોપાલે રિપબ્લિકન ચેલેન્જર સ્ટીવ ડિનિસ્ટ્રિયનને હરાવ્યા છે. ગોપાલે હરિફ ઉમેદવાર કરતા 60 ટકા વધુ મતો મેળવ્યા છે. આ જીત સાથે ગોપાલે ડેમોક્રેટ્સ માટે બંને વિધાનસભા બેઠકો પર કબજો જમાવ્યો છે. ગોપાલના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે, તેઓ વર્તમાન ન્યુજર્સી રાજ્યના સેનેટરમાં સૌથી નાની ઉંમરના સભ્ય છે અને રાજ્યના ઈતિહાસમાં સેનેટર તરીકે પસંદગી પામેલા પ્રથમ દક્ષિણ-એશિયા અમેરિકી છે.
નવેમ્બર સામાન્ય ચૂંટણીમાં 120 બેઠકો પર મતદાન













