ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ સાથે તેઓ સત્તાવાર રીતે દેશના રાષ્ટ્રપતિ બની ગયા છે. ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના સભ્યપદમાંથી અમેરિકાને ખસી જવાનો આદેશ પણ સામેલ છે.


શપથ લીધા બાદ ટ્રમ્પ ઓવલ ઓફિસ પહોંચ્યા હતા

શપથ લીધા બાદ ટ્રમ્પ ઓવલ ઓફિસ પહોંચ્યા હતા. તેમણે અહીં ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ સમયગાળા દરમિયાન, તેમણે બાઇડેન સરકારના 78 નિર્ણયોને મોટી સંખ્યામાં રદ કર્યા છે. પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાને ખસી જવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે અમે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ

ટ્રમ્પે કહ્યું કે અમે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ. સૌથી પહેલા હું પાછલી સરકારે લીધેલા વિનાશકારી નિર્ણયોને રદ કરીશ. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી ખરાબ સરકાર હતી.

ટ્રમ્પે શપથ લેતાની સાથે જ કઈ ફાઈલો પર હસ્તાક્ષર કર્યા:-

- 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલામાં દોષિત 1500 લોકોને માફી.

- ડ્રગ્સ કાર્ટેલને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવશે.

- અમેરિકાની દક્ષિણી સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા લોકોથી અમેરિકન લોકોને સુરક્ષિત રાખવામાં આવશે.

- મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી શકે છે.

અમેરિકા પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થઈ જશે

- ફેડરલ સરકારમાં નિમણૂકો મેરિટના આધારે થશે.

- સરકારી સેન્સરશીપ સમાપ્ત થશે અને અમેરિકામાં ભાષણની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

- અમેરિકામાં થર્ડ જેન્ડરને અમાન્ય જાહેર કરવામાં આવ્યું

- યુએસ-મેક્સિકો બોર્ડર પર નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે

- રાષ્ટ્રીય ઉર્જા કટોકટીની ઘોષણા

- ઇલેક્ટ્રિક વાહન (EV) નો ફરજિયાત ઉપયોગ નાબૂદ

અમેરિકામાં જન્મથી નાગરિકતા સમાપ્ત થઈ

- અમેરિકામાં ટિક ટોકનું 75 દિવસની માન્યતા

  • Follow us on: