• તાજેતરમાં પેન્સિલવેનિયાની ચૂંટણી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો
  • હુમલાખોરના ગોળીબારમાં ડોનાલ્ડ ટ્રમ્પને કાનના વીંધતી ગોળી નીકળી ગઈ હતી
  • એફબીઆઈની સઘન તપાસ બાદ તૈયાર કરેલો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આશરે બે અઠવાડિયા અગાઉ થયેલા જીવલેણ હુમલાના પ્રયાસના તમામ અનુમાન પર એફબીઆઈએ વિરામ મૂકી દીધું છે. ટ્રમ્પ પર પેન્સિલવેનિયાની એક જંગી ચૂંટણી લેરીમાં શું ખરેખર હુમલો થયો હતો અને શું ટ્રમ્પને કાન પાસેથી વીંધતી ગોળી નીકળી ગઈ હતી. શું હુમલાખોરે રેલીમાં ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આને લઈ એફબીઆઈની તપાસ શુક્રવારે પૂર્ણ થઈ ગઈ છે. એફબીઆઈએ એ વાતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે કે ટ્રમ્પ પર ખરેખર કાનમાં ગોળી લાગી હતી. એફબીઆઈએ એવું પણ જણાવ્યું કે હુમલો ટ્રમ્પની હત્યાનો પ્રયાસ હતો. 


એફબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે હુમલાખોરની રાઈફલમાંથી ચાલેલી ગોળી છરા ટ્રમ્પના કાનમાં લાગ્યા હતા. એફબીઆઈના ડાયરેકટરે આ અઠવાડિયાની શરૂઆતમાં હુમલાને લઈ કેટલીક અસ્પષ્ટ ટિપ્પણીઓ કરી હતી, જેનાથી એ વાતનું અનુમાન લાગે કે શું ટ્રમ્પને ખરેખર ગોળી વાગી હતી. આ ટિપ્પણીને લઈ ટ્રમ્પ અને તેના સહયોગીઓએ નારજગી દર્શાવી હતી. એફબીઆ અને સિક્રેટ સર્વિસ સહિત તપાસમાં સામેલ અધિકારીઓએ હજી સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે, ટ્રમ્પ કયા કારણથી ઈજાગ્રસ્ત થયા હતા.

ટ્રમ્પની હત્યાનો પ્રયાસ હતો-એફબીઆઈ

ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાન ટીમે એવી હૉસ્પિટલના મેડિકલ રૅકોર્ડ જાહેર કરવાથી ના પાડી દીધી છે, જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિનું ઘાયલ થયા પછી સારવાર કરવામાં આવી હતી. ટ્રમ્પના આરોગ્ય સંબંધિત દરેક જાણકારી જાતે ટ્રમ્પ અથવા વ્હાઈટ હાઉસમાં તેના પૂર્વ તબીબ પાસેથી મળી હતી. એફબીઆઈએ પછીથી એક નિવેદન જાહેર કરીને આવાકને સમર્થન આપ્યું હતું કે ગોળીબાર પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ હતી. જેના પરિણામે તે ઘાયલ થયા હતા અને એક વીર પિતાનું મોત થયું, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

  • Follow us on: