જગત જમાદાર એવા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું કે, વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધ ખતરો તોળાઈ રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, પરમાણુ પ્રસારના ખતરા તરફ સંકેત કરતા કહ્યું કે તેઓ જ આને રોકી શકશે. આનાથી વૈશ્વિક વિસ્ફોટનું જોખમ રહેલું છે. આપણે સૌ વિશ્વયુદ્ધ ત્રણની તરફ આગળ વધી રહ્યા છીએ.


અમેરિકાને એક એવા રાષ્ટ્રપતિની જરૂર છે જે યુદ્ધમાં ન લઈ જાય. વધુમાં જણાવ્યું કે જ્યારે હું રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીશ તો ત્રીજું વિશ્વયુદ્ધ નહિ જ થવા દઉં.  ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ હોત તો રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝામાં સંઘર્ષ અને હમાસ દ્વારા ગત વર્ષની સાતમી ઑક્ટોબરે ઈઝરાયલ પર કરાયેલો આતંકી હુમલા જેવી ઘટનાઓ ન થઈ હોત. ટ્રમ્પે આ વાત પેન્સિલવેનિયાના હેરિસબર્ગમાં આયોજિત એક ટાઉન હોલ બેઠક દરમિયાન કહી હતી. 

અમેરિકાના પરમાણુ શસ્ત્રાગારમાં સુધારાથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ. તેનું કારણ અન્ય શસ્ત્રો, ખાસ કરીને પરમાણુ શસ્ત્રોની શક્તિ છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાને સર્વશ્રેષ્ઠ ઉમેદવાર ગણાવતા ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ચૂંટાઈ જશે તો ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય. અમેરિકાને એવા રાષ્ટ્રપતિની જરૂર છે જે તેને યુદ્ધ તરફ ન લઈ જાય.

જો કે, આ સમયે જનતાની સામે જે જોકર છે તે આ ત્રીજા વિશ્વયુદ્ધમાં ધકેલાઈ જશે. આ એવી લડાઈ હશે જે આજસુધી નથી થઈ. પોતાના આ દાવાના ટેકામાં તેમને હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓબ્રામના કથનને દોહરાવ્યું હતું. દરેક ટ્રમ્પથી ડરેલા છે. તમે તેને પરત લઈ આવો અને તમને કોઈ સમસ્યા નહીં થાય. તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. ઘણીવાર તમને ભપકાદાર વ્યકિતની જરૂર હોય છે અને ટ્રમ્પ છે.

  • Follow us on: