- નિક્કી હેલીના માતા-પિતા ભારતથી અમેરિકા સ્થાયી થયા હતા
- નિક્કી હેલીનો જન્મ સાઉથ કેરોલિનામાં જન્મ થયો હતો
- ટ્રમ્પ ઘણીવાર વિચિત્ર નિવેદનો આપી વિવાદને જન્મ આપે છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની દાવેદાર નિક્કી હેલીને અમેરિકી નાગરિકતા અને જન્મ પર સવાલ ઉઠાવ્યા હતા. હવે નિક્કી હેલીને ભારતીય મૂળના ડેમોક્રેટ સાંસદ રાજા કૃષ્ણમૂર્તિનો ટેકો મળ્યો છે. રાજા કૃષ્ણૂર્તિએ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટાર્ગેટ કરી આરોપ મુક્યો છે કે એના નિવેદનથી તમામ દક્ષિણ એશિયન લોકોને દુ:ખ પહોંચાડયું છે.
ભારતીય મૂળના સાંસદની ટ્રમ્પે ટીકા કરી
રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી જૂઠા અને જાતિવાદી આરોપ મૂકી રહ્યા છે. આનાથઈ તેને કોઈ નવાઈ નથી. એક ભારતીય પ્રવાસી હોવાથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નિક્કી હેલી પર જે રીતે હુમલો કરી રહ્યા છે હું એનાથી વાકીફ છું. રાજા કૃષ્ણમૂર્તિ ડેમોક્રેટ પાર્ટીના સાંસદ છે અને તેઓ નિક્કી હેલીનું સમર્થન કરી દક્ષિણ એશિયન સમુદાયને પોતાની પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે નિક્કી હેલીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પોતાના એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નિક્કી હેલીને તેના અસલી નામ નિમ્રતા લખીને સંબોધન કર્યું હતું. ટ્રમ્પે લખ્યું કે શું કોઈ ગત રાત્રે નિક્કી નિમ્રતાનું ભાષણ સાંભળ્યું છે. તેમને લાગે છે કે તેઓ આયોવા જીતી જશે. પરંતુ એવું ન થયું. તેઓ રોન દેસાંતિસને પણ ન હરાવી શક્યા. જેની પાસે હવે ફંડ પણ નથી અને આશા પણ નથી. ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રિપોસ્ટ કરી. જેમાં દાવો કર્યો કે નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા યોગ્ય નથી. કારણ કે જે સમયે નિક્કી હેલીનો જન્મ થયો હતો એ સમયે નિક્કીના માતા-પિતાને અમેરિકાની નાગરિકતા નહોતી મળી.
નિક્કીનાં માતા-પિતા ભારતથી અમેરિકા ગયા હતા
નિક્કી હેલીનાં માતા-પિતા ભારતીય છે અને તેઓ ભારતથી અમેરિકા જઈ ત્યાં જ શિફ્ટ થયા હતા. સાઉથ કેરોલિનાના બેમબર્ગમાં નિક્કી હેલીનો જન્મ થયો હતો. અમેરિકીમં જન્મ થયો હોવાથી નિક્કી હેલીને જાતે જ અમેરિકીન નાગરિકત્વ મળી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા બરાક ઓબામાની અમેરિકી નાગરિકતા પર પણ સવાલ ઉઠાવી હતી.