આખું વિશ્વ જે ચર્ચાની પ્રતીક્ષા કરી રહ્યું હતું તે ડિબેટ થઈ ગઈ છે. સુપરપાવર અમેરિકામાં નવેમ્બરમાં યોજાવા જઈ રહેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે આજે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ. ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે, જ્યારે કમલા હેરિસ ડેમોક્રેટિક ઉમેદવાર છે. એક ખાનગી સંસ્થાની આ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટ્રમ્પે જ્યારે ઈઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધને બાઈડેન સરકારની નિષ્ફળતા ગણાવી ત્યારે કમલા હેરિસે ગર્ભપાત જેવા મુદ્દાનો ઉલ્લેખ કરી વળતો પ્રહાર કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસ કરતાં વધુ બોલ્યા
આખી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટ્રમ્પે કમલા હેરિસ કરતાં વધુ વાત કરી અને ચર્ચા પૂર્ણ થયા પછી હેરિસ કરતાં પાંચ મિનિટ આગળ રહ્યા. ટ્રમ્પે આશરે 42 મિનિટ સુધી માઈક સંભાળ્યું. જ્યારે હેરિસે આશરે 37 મિનિટ સુધી વાત કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે માર્કસવાદી તો કમલાએ કહ્યું તાનાશાહનો મિત્ર
કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પને કટ્ટરપંથી અને તાનાસાહોના મિત્ર ગણાવ્યા, જ્યારે ટ્રમ્પે કમલાને માર્કસવાદી જાહેર કર્યા, આ ડિબેટ પહેલા એક બીજા પર ખાનગી વાક્ બાણોથી ઘેરાઈ ચૂંટણીમાં વધુ તેજી લાવી છે.
ડિબેટ બાદ કમલા હેરિસે ટેલર સ્વિફટને ટેકો આપ્યો, ટ્રમ્પે એંકર્સને ઘેરી
ચૂંટણી પહેલા યોજાનારી ડિબેટ બાદ અમેરિકી સિંગર ટેલર સ્વિફટને કમલા હેરિસે સમર્થન આપ્યું હતું. જ્યારે ટ્રમ્પે ન્યૂઝ એન્કરને સવાલના વળતા જવાબમાં ઘેરી રાખ્યા હતા.
કમલાએ અર્થવ્યવસ્થા બરબાદ કરી: ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારમાં અમેરિકી અર્થવ્યવસ્થાની મજબૂતી પર ભાર મૂક્યો અને જણાવ્યું કે કમલા હેરિસ પાસે અર્થવ્યવસ્થાને લઈ કોઈ નીતિ નથી. બાઈડેન સરકારે અર્થવ્યવસ્થા નાશ કરી છે. જેની પર કમલાએ કહ્યું કે, તેઓ નતો જો બાઈડેન છે અને નતો ટ્રમ્પ, તેની પાસે નવી યોજનાઓ છે જેની પર વાત કેમ નથી થઈ રહી.
ડોનાલ્ડ પાસે આરોગ્ય સેવા માટે કોઈ યોજના નથી : કમલા હેરિસ
પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કમલા હેરિસે આરોગ્ય સેવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. આરોગ્ય સેવા માટે પોતાની કોઈ યોજના તો નહોતી જણાવી પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબાની યોજનાને આગળ ધપાવવા અંગે જરૂર જણાવ્યું હતું. આ ઉપરાંત ટ્રમ્પ પાસે આરોગ્ય સેવા માટે કોઈ યોજના નથી તેવો પણ ચર્ચામાં ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પે પણ સ્વીકાર્યું કે તેની પાસે આરોગ્ય અંગેની યોજના નથી
પ્રેસિડેન્શિયલ ડિબેટમાં આરોગ્ય અંગેની સેવાનો ઉલ્લેખ કરાયો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું હતું કે તેની પાસે આરોગ્ય સેવાને સસ્તી અને ઉત્તમ બનાવવાની કોઈ યોજના નથી. તેઓએ કહ્યું કે અમારી પાસે અત્યારે કોઈ પોલિસી નથી, મારી પાસે આનો કોન્સેપ્ટ છે, પરંતુ હું હમણાં રાષ્ટ્રપતિ નથી. અમેરિકી હેલ્થ કેયર સિસ્ટના સવાલ પર પૂર્વ રાષ્ટ્રપતિએ એફોર્ડેબલ કેયર એખ્ટની ટીકા કરી હતી.