અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મોટી રાહત મળી છે. પોર્ન સ્ટારને ગુપ્ત રીતે પૈસા આપવાના કેસમાં ટ્રમ્પને સજા સંભળાવાના આદેશને હવે ચૂંટણી પછી કરવામાં આવશેય જો ચૂંટણી પહેલા આ સજાની જાહેરાત થઈ હોત તો ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી ગઈ હોત. પરંતુ આને ટ્રમ્પનું ભવિષ્ય મનાઈ રહ્યું છે. જજે સજા આપવાની તારીખ રાષ્ટ્રપતિ ચૂંટણી પછી નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. 


મહત્ત્વનું છે કે, અમેરિકાના મેનહટ્ટનની  એક કોર્ટે શુક્રવારે 'પોર્ન સ્ટાર'ને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવા સંબંધિત ફોજદારી કેસમાં ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સજાની પ્રક્રિયા નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. અગાઉ, ટ્રમ્પે ફેડરલ કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ કેસમાં દખલ કરે અને તેમની સજાને ફેરવી અને આવતા મહિને નિર્ધારિત તેમની સજાને અનિશ્ચિત રૂપે મુલતવી રાખવાનો માર્ગ શોધે. ટ્રમ્પના વકીલોએ કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ જુઆન એમ માર્ચેનને 18 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત ટ્રમ્પની સજાની તારીખ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવા વિનંતી કરી હતી.


ડોનાલ્ડ ટ્રમ્પ 34 આરોપોમાં દોષિત જાહેર

કોર્ટના જજે શુક્રવારે કેસને આગામી 26 નવેમ્બર સુધી સ્થગિત કર્યો છે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ટ્રમ્પ પણ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની રેસમાં છે. મેનહટ્ટનની એક કોર્ટે અમેરિકામાં વર્ષ-2016ના રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલને ખાનગી રીતે નાણાં આપવાના કેસમાં ટ્રમ્પના રેકોર્ડમાં ચેડા કરવાના 34 આરોપો હેઠળ મે મહિનામાં દોષિત ઠેરવ્યા હતા.

  • Follow us on: