- જાપાનની ધરતી પર ભૂકંપના આંચકા આવ્યા
- ભૂકંપ બાદ હવે કોઈ જાનહાનિ નહીં
- નવા વર્ષે ભૂકંપ બાદ અપાઈ હતી સુનામીની ચેતવણી
નવા વર્ષની સવાર બાદ એકવાર ફરીથી જાપાનની ધરતી પર ભૂકંપનો અનુભવ થયો છે. જીએફજેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે કહ્યું કે મંગળવારે જાપાનના હોંશૂના પશ્ચિમી તટની પાસે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0ની મપાઈ છે. જો કે ભૂકંપ બાદ હવે કોઈ જાનહાનિની જાણકારી સામે આવી નથી.
આ પહેલા રવિવારે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નવા વર્ષની શરૂઆત જ જાપાન માટે સારી રહી ન હતી. 1 જાન્યુઆરીએ દેશમાં ખતરનાક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી અપાઈ હતી.













