•  ભૂકંપના તેજ આંચકાને લીધે લોકો ઘરની બહાર દોડી ગયા
  • ભૂકંપને લીધે ફિઝીમાં કોઈ જાનહાનિની અત્યાર સુધી અહેવાલ નહીં
  • ફિઝીમાં આજે સવારે સાત વાગ્યે ધરતીકંપના તેજ આંચકા અનુભવાયા

ફિઝીની રાજધાની સુવામાં વહેલી સવારે ધરતીકંપના તેજ આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતાની સાથે લોકો જીવ બચાવવા માટે રીતસરના ઘરબહાર દોડી ગયા હતા. નેશનલ ભૂકંપ વિજ્ઞાન સેન્ટરના જણાવ્યા પ્રમાણે સવારે સાત વાગ્યે ભૂકંપના તેજ આંચકા નોંધાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.4 નોંધાઈ હતી. જો કે આટલી તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હોવા છતાં ફિઝીમાં કોઈ જાનહાનિના અહેવાલ નહોતા આવ્યા. ફિઝીમાં હજારો ભારતીયો રહે છે. જો કે તેજ ભૂકંપને લીધે લોકોમાં હજી ડરનો માહોલ છે.


  • Follow us on: