• મેક્સિકોથી અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરતા લોકો અકસ્માતનો ભોગ બને છે
  • અકસ્માતના તમામ મૃતકો એશિયન હોવાનો ખુલાસો
  • મેક્સિકોના દક્ષિણી પ્રાંત ઓક્સાકામાં ભીષણ દુર્ઘટના

મેક્સિકોના દક્ષિણ પ્રશાંત તટ પાસે એક ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એવા સમયે થયો જ્યારે તટ પાસે એક હોડી ડૂબી ગઈ હતી. હોડી ડૂબી જતા આઠ પ્રવાસીઓનાં મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં એવી જાણકારી સામે આવી કે મૃતકો કદાચ એશિયન લોકો હતા.

હોડી દુર્ઘટનાની તપાસ ચાલુ છે

મેક્સિકોના દક્ષિણ પ્રાંત એવા ઓક્સાકામાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં જીવતા બચેલા એક એશિયન વ્યકિતને ખબર પડી ગઈ છે. અધિકારીઓ અનુસાર, પ્રાથમિક તપાસના આધારે એવું જણાઈ આવે છે કે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા વ્યકિત એશિયાના હતા. મૃતકોના શબ પ્લાયા વિસેન્ટે શહેરમાં એક સમુદ્ર તટ પાસે મળ્યા હતા. હોડી દુર્ઘટનાના આધારે તપાસ ચાલી રહી છે.

લોકો અકસ્માતનો ભોગ બની જતા હોય છે

ઉલ્લેખનીય છે કે મેક્સિકોના દક્ષિણી પ્રશાંત તટના વિસ્તાર મેક્સિકો પાર કરી અમેરિકી સરહદ સુધી પહોંચતા પ્રવાસીઓ માટે એક મુખ્ય માર્ગ છે. મોટા ભાગના પ્રવાસી જમીનથી યાત્રા કરે છે પરંતુ કેટલાક પ્રવાસી મેક્સિકોની અંદર અવર-જવર ચોકીઓથી બચવા માટે દરિયાનો રસ્તો પસંદ કરે છે અને દુર્ઘટનાનો શિકાર થાય છે. જેથી આ કોઈ પ્રથમ ઘટના નથી. આનાથી પહેલા પણ આવા પ્રકારની દુર્ઘટના થતી રહી છે. જેમાં ઘણા લોકોનાં જીવ ખોવાનો વારો આવી ચૂક્યો છે.

  • Follow us on: