- પાકિસ્તાનમાં બે દિવસ પહેલા પેટ્રોલમાં 14 રૂપિયાનો વધારો ઝીંકાયો
- પીઓકેમાં વીજકાપને લઈ લોકો રસ્તા પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો
- પાકિસ્તામાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત
પાડોશી દેશ પાકિસ્તામાં એક તરફ મોંઘવારીએ માઝા મુકી છે, જ્યારે બીજી બાજુ આતંકવાદી હુમલાઓની સતત ઘટના વચ્ચે આવતા ગુરુવારે પાકિસ્તામાં ચૂંટણી યોજાવાની છે. પાકિસ્તાનની પ્રજા સતત આતંક અને મોંઘવારીના પડમાં પીસાઈ રહી છે. આટલું ઓછું હોય તેમ વીજકાપ અને બે દિવસ પહેલા પેટ્રોલના લિટર દીઠ 14 રૂપિયા જેટલો વધારો પાકિસ્તાનની પ્રજાની કમરતોડી નાંખી છે. ચૂંટણીને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.
વચગાળાના મંત્રી એઝાઝે સુરક્ષા મિટિંગ પછી મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યું કે ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા પછી ચૂંટણીઓ વિશે કોઈ શંકા ન હોવી જોઈએ. ભલે ગમે તે થાય.













