પાકિસ્તાનમાં હવે ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીમાં ટ્રાંસજેંડર સમુદાય માટે એક મોટું પરિવર્તન આવવાની આશા છે. આ વખતે પેશાવરથી ટ્રાંસવુમન સોબિયા ખાન પણ ચૂંટણીના રણ મેદાનમાં ઉતરી રહી છે.
પાકિસ્તાનમાં ટ્રાંસજેંડર સમુદાય માટે કોઈ સરળ નથી હોતું. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આ સમુદાયના સભ્યો વિરુદ્ધ ઘણીવાર હિંસા જોવા મળતી રહે છે. સોબિયા ગ્રેજ્યુએટ છે અને પાકિસ્તાનમાં લાંબા સમયથી પોતાના સમુદાય માટે આંદોલન કરી રહી છે. આ વખતે ચૂંટણીમાં ઝુકાવતા પાકિસ્તાનમાં સૌની નજર સોબિયા ખાન પર છે. પેશાવરમાં રહેતી સોબિયા ખાન પોતાના મત વિસ્તાર પીકે-84થી ચૂંટણી લડનારી પ્રથમ ટ્રાંસપર્સન બની ગઈ છે. સોબિયાએ પ્રાંતિય વિધાનસભા માટે ફોર્મ ભર્યું છે. તેને એક સ્થાનિક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ગ્રેજયુએટ હોવા છતાં લાંબા સમયથી બેરોજગાર છે.













