• શારદા પીઠ બચાવો સમિતિએ મંદિરમાં દબાણનો મુદ્દો ઉઠાવ્યો છે
  • મંદિરના પક્ષમાં પીઓકેની સુપ્રીમ કોર્ટે પણ તેની પક્ષમાં આપ્યો છે ચુકાદો
  • શ્રદ્ધાળુઓ માટે શારદા પીઠને ફરીથી ખોલવાની માંગ


પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં આવેલા શારદા મંદિર પરિસર પર પાકિસ્તાની સેનાએ કરેલા દબાણને હટાવવા શારદા બચાવો સમિતિએ ભારત સરકારની મદદ માગી છે. કમિટીએ જણાવ્યું કે, ભારત સરકાર આ મુદ્દે મદદ કરે. જેથી શારદા મંદિરનો જિર્ણોદ્વારનો માર્ગ મોકળો થઈ શકે. શારદા મંદિર બચાવો સમિતિના સંસ્થાપક રવીન્દ્ર પંડિતાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાન સેનાએ શારદા મંદિરમાં દબાણ કરી લીધાનો આરોપ મુક્યો હતો. આ સમિતિના પક્ષમાં કોર્ટનો આદેશ છતાં મંદિર પરિસરમાં એક કૉફી હોમ પણ ખોલી દીધું હોવાનું જણાવાયું છે.

પાકિસ્તાન સૈન્ય દ્વારા દબાણ 
સેવ શારદા કમિટીની અપીલ છે કે, ભારત સરકાર અને પીએમ મોદી શારદા પીઠ પરિસરમાં કૉફી હોમ અને દબાણ હટાવે. પીઓકેની સુપ્રીમ કોર્ટમાં દબાણ હટાવવા સેવ શારદા કમિટીના પ્રતિનિધિઓની અપીલ પર ગયા વર્ષે તેના પક્ષમાં જ ઐતિહાકિસ ચુકાદો આપ્યો હતો. જો કે, આમ છતાં પાકિસ્તાન સૈનાએ મંદિર પરિસરમાં દબાણ કરી તેની પર કૉફી હોમ બનાવી દીધું છે. જેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.
શારદા મંદિર ફરી ખોલવાની માંગ
શારદા મંદિર બચાવો સમિતિના અધ્યક્ષ રવીન્દ્ર પંડિતાએ જણાવ્યું હતું કે, પીઓકેના નાગરિકોએ સુરક્ષા દીવાલ અને મંદિર પરિસરમાં દબાણ અંગે સાથે મળીને વિરોધ કર્યો છે. તેમને એવી માંગ કરી છે કે, શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા પર જવા માટે શારદા પીઠ ફરીથી ખોલવામાં આવે. જો પાકિસ્તાનના અધિકારીઓ અને સેનાએ કૉફી હોમ નહીં હટાવે તો એલઓસી સુધી માર્ચ કરવાનું પણ આહ્વાન કરશે તેવું નિવેદન કર્યું હતું. તમામ શારદા પીઠ સમર્થકોએ જલ્દી આ માર્ચ કાઢવા માટે તૈયાર રહેવું જોઈએ. શારદા પીઠ બચાવો સમિતિના અધ્યક્ષ અનુસાર શારદા પીઠને યુનેસ્કોએ વિશ્વ વારસો જાહેર કરે તેવી માંગ કરી હતી.
 
  • Follow us on: