• બંધારણની સાથે વિશ્વાસઘાત કર્યાનો એલન મસ્કે આક્ષેપ લગાવ્યો
  • બ્રાઝિલના એક જજે Xના કેટલાક એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો
  • એલન મસ્કે જજને પડકાર ફેંકતા જજે પગલાં લીધા હતા

સોશિયલ મીડિયા એક્સના માલિક એલન મસ્કે બ્રાઝિલના સુપ્રીમ કોર્ટના જજને પદથી હટાવવાની માંગ કરી છે. એલન મસ્કે સુપ્રીમ કોર્ટના જજ સામે ખોટી સૂચના ફેલાવામાં શંકામાં ખાતાઓને બ્લોક કરવા માટે સેન્સરશિપનો આરોપ લગાવ્યો હતો.

ટેસ્લા અને સ્પેસએક્સના માલિક મસ્કે એલેક્ઝાન્ડ્રે ડી મોરેસ વિશે કહ્યું કે આ ન્યાયાધીશે બેશરમીથી અને વારંવાર બ્રાઝિલના બંધારણ અને લોકો સાથે દગો કર્યો છે. તેમણે રાજીનામું આપવું જોઈએ અને મહાભિયોગ ચલાવવો જોઈએ. શનિવારે સાંજે એલોન મસ્કે સોશિયલ મીડિયા X પર એક પછી એક અનેક પોસ્ટ મૂકીને જજ પર હુમલો કર્યો.

એલોન મસ્કએ X પર પોસ્ટ કરી અને જજ પર ઘણા આક્ષેપો કર્યા. એલન મસ્કે કહ્યું કે ન્યાયાધીશે બેશરમીપૂર્વક અને વારંવાર બ્રાઝિલના બંધારણ અને લોકો સાથે દગો કર્યો છે. તેમણે રાજીનામું આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે બ્રાઝિલના એક જજે Xના કેટલાક એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ મસ્કે જજને પડકાર ફેંક્યો હતો.

'બ્રાઝિલમાં X માટે લોકોનો પ્રવેશ અવરોધિત'

અન્ય પોસ્ટમાં, મસ્કે જણાવ્યું હતું કે X બ્રાઝિલમાં કેટલાક એકાઉન્ટ્સ પર CJI એલેક્ઝાન્ડ્રુ ડી મોરેસ દ્વારા નિર્ધારિત તમામ પ્રતિબંધો દૂર કરી રહ્યું છે. ન્યાયાધીશે જંગી દંડ લાદ્યો છે, અમારા કર્મચારીઓની ધરપકડ કરવાની ધમકી આપી છે અને બ્રાઝિલમાં X માટે લોકોની ઍક્સેસ બંધ કરી દીધી છે. અમે બ્રાઝિલમાં તમામ આવક ગુમાવીશું અને ત્યાં અમારી ઓફિસ બંધ કરવી પડશે. પરંતુ સિદ્ધાંતો નફા કરતાં વધુ મહત્વ ધરાવે છે.

  • Follow us on: