અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની સંપત્તિમાં ભારે વધારો થયો છે. ગયા અઠવાડિયે ટ્રમ્પની જીતની જાહેરાત બાદ એલન મસ્કની નેટવર્થ $70 બિલિયન વધી છે અને $300 બિલિયનને વટાવીને $320 બિલિયનના સ્તરે પહોંચી ગઈ છે. મહત્વનું છે કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન એલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પની જીત સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત હતા.


એલન મસ્કની સંપત્તિ વધી

ફોર્બ્સ રિયલ-ટાઇમ બિલિયોનેર્સ રેન્કિંગ અનુસાર વિશ્વના સૌથી ધનિક 53 વર્ષીય એલોન મસ્કની સંપત્તિ વધીને $320.2 બિલિયન થઈ ગઈ છે. બીજા સ્થાને ઓરેકલના લેરી વિલ્સન છે, જેની સંપત્તિ $231.8 બિલિયન છે. બંનેની સંપત્તિ વચ્ચે 90 અબજ ડોલરનું અંતર છે. ટ્રમ્પની જીત બાદ ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ટેસ્લાના શેરમાં 39 ટકાનો ઉછાળો આવ્યો છે અને તેના કારણે કંપનીના માર્કેટ કેપમાં $1 ટ્રિલિયનનો વધારો થયો છે. ટેસ્લાના શેરમાં થયેલા વધારાને કારણે માત્ર એક સપ્તાહમાં જ એલોન મસ્કની સંપત્તિમાં $70 બિલિયનનો વધારો થયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની જીત સુનિશ્ચિત કરી

ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીત અપાવવા માટે એલન મસ્કે એવા વોટર્સના રડિસ્ટ્રેશન માટે સ્વિંગ સ્ટેટ ઓપરેશનને ફંડ આપ્યુ કે જેનો જુકાઉ રાઇટ વિંગ તરફ હતો. એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરવા માટે એક્સનો પણ ભરપૂર ઉપયોગ કર્યો. હવે એલન મસ્કનો પ્રયાસ એ વાતમાં છે કે ડોનાલ્ડ ટ્રમ્પને જીત અપાવવામાં જે રોકાણ કર્યુ તેનો ભરપૂર લાભ ઉઠાવી શકે. ટ્રમ્પ પ્રશાસનના અનેક લોકો એલન મસ્કની પસંદના લોકો હોઇ શકે છે.

મસ્કના કારોબારને થશે ફાયદો

ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી 2025માં બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળશે, જેના પછી માનવામાં આવે છે કે એલોન મસ્કના બિઝનેસ સામ્રાજ્યને મોટો ફાયદો થવાનો છે. મસ્ક સતત અમેરિકન રેગ્યુલેટરી ઓથોરિટીઝની અધિકારો ઓછા કરવાની વાત કરી રહ્યા છે જે તેમના કારોબારને આગળ વધારવામાં મુશ્કેલીઓ ઉભી કરે છે. એલન મસ્કની ઘણી કંપનીઓ તપાસને લગતા કાનૂની વિવાદોમાં ફસાયેલી છે.

  • Follow us on: