• આગમાં મરનાર મહિલા કારથી જઈ રહી હતી, આગ હજી વધુ ફેલાશે
  • ટેક્સાસમાં આગ લાગવાનું કારણ અકબંધ
  • 17 વર્ષ અગાઉ પણ આગની ઘટનામાં 13 લોકોનાં મોત થયા હતા

અમેરિકાના ટેક્સાસમાં આગની ઘટના સામે આવી છે. આમાં બે મહિલાઓનાં મોત થયાનું સામે આવ્યું છે. તેમજ આગ એટલી ભીષણ હતી કે તેમાં 500થી વધુ ઘર બળી ગયા હતા. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આગ તીવ્ર પવન, સૂકા ઘાસ અને ગરમ હવામાનને કારણે લાગી હતી, જે તેજ પવનને કારણે ઝડપથી ફેલાઈ હતી. અગાઉ વર્ષ-2006માં પણ ટેક્સાસના જંગલોમાં આગ ફેલાઈ હતી, જેમાં 1400 ચોરસ કિલોમીટરનો વિસ્તાર નાશ પામ્યો હતો અને 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા..

ટેક્સાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આશંકા વ્યક્ત કરી છે કે હવામાનને જોતા આ આગ હજુ ઓછી થવાની ધારણા નથી. આગને લીધે ટેક્સાસ, ઓક્લાહોમા, કેન્સાસ અને ન્યૂ મેક્સિકોના વિવિધ વિસ્તારો પણ આગની ઝપટમાં આવી જવાનો ભય છે.

આગમાં બે મહિલાઓનાં મોત થયા હતા

આગમાં માર્યા ગયેલા લોકોમાંથી એકની ઓળખ મહિલા સિન્ડી ઓવેન તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા ટેક્સાસના હેમફિલ કાઉન્ટીમાં કાર દ્વારા ક્યાંક જઈ રહી હતી. આ દરમિયાન તે આગની ઝપેટમાં આવી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આગને કારણે મહિલા પોતાની ટ્રકમાંથી બહાર નીકળી ગઈ હતી અને આગની લપેટમાં આવી ગઈ હતી. મહિલાને દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આગમાં મૃત્યુ પામનાર બીજી પીડિતા એક મહિલા હતી, જેની ઓળખ જોયસ બ્લેન્કનશિપ, 83 તરીકે થઈ હતી. જોયસના પૌત્રે જણાવ્યું કે જોયસનો મૃતદેહ તેના બળેલા ઘરમાંથી મળી આવ્યો હતો. આ આગના કારણે મોટી સંખ્યામાં પ્રાણીઓ અને વન્ય પ્રાણીઓના પણ મોત થયા છે.


  • Follow us on: