- ઈરાને હમાસના આતંકવાદીઓને આપ્યું સમર્થન
- ઈરાને એટેક હેલિકોપ્ટરથી હૈદર ક્રૂઝ મિસાઈલનું કર્યું પરીક્ષણ
- અમેરિકા અને ઈઝરાયેલને આંખો બતાવવા પેંતરો કર્યો
ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 24 દિવસ થઈ ગયા છે. ઈરાન હમાસના આતંકવાદીઓને સમર્થન આપી રહ્યું છે. અમેરિકા ઈઝરાયેલને સમર્થન આપી રહ્યું છે. મુદ્દો એ છે કે ઈરાને સૌથી પહેલા અમેરિકા અને ઈઝરાયેલને આંખો બતાવવા અને ડરાવવા પેંતરો કર્યો હતો. ત્યાર બાદ હવે તેણે પોતાના એટેક હેલિકોપ્ટરથી હૈદર ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.
મિસાઈલનું પરિક્ષણ સફળ રહ્યું
આ મિસાઈલનું ફિલ્ડ ટેસ્ટ હતું જે સફળ રહ્યું હતું. તે હવાથી સપાટી પર પ્રહાર કરતી ક્રૂઝ મિસાઈલ છે. હેલિકોપ્ટરમાંથી મુક્ત થયા બાદ તેણે 30 કિલોમીટર દૂર સ્થિત લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું. આ મિસાઈલમાં જીપીએસ ગાઈડન્સ સિસ્ટમ છે. લોન્ચ કર્યા બાદ હેલિકોપ્ટર પાઇલટ પાસે મિસાઇલને માર્ગદર્શન આપવા માટે સંપૂર્ણ નિયંત્રણ હતું.
હૈદર ક્રુઝ મિસાઈલ ત્રણ મીટર લાંબી છે. વજન લગભગ 40 કિલો છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તેમાં 20 કિલોનું વોરહેડ લગાવવામાં આવ્યું છે. તે 200 કિલોમીટરની રેન્જમાં કોઈપણ પ્રકારના સ્થિર અથવા મૂવિંગ ટાર્ગેટને ખતમ કરવામાં સક્ષમ છે. ઈરાન બે દિવસથી આ મિસાઈલોનું પરીક્ષણ કરી રહ્યું છે. હૈદર ક્રૂઝ મિસાઈલની ઝડપ લગભગ 1000 કિલોમીટર પ્રતિ કલાક છે. ઈરાને અગાઉ દાવપેચ હાથ ધર્યા હતા. જેમાં તેના આર્મર્ડ વાહનો, પાયદળ, મોબાઈલ એસોલ્ટ યુનિટ્સ, રેપિડ મિસાઈલ રિએક્શન ફોર્સ, હેલિકોપ્ટર, ડ્રોન ફોર્સ, એન્જિનિયરિંગ યુનિટ્સ અને સપોર્ટ યુનિટ્સે ભાગ લીધો હતો. ઈરાન પાસે હૈદર મિસાઈલના બે પ્રકાર છે.