- 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયાના 24 દિવસે પણ ચાલુ
- યુદ્ધના કારણે ઈઝરાયેલને મોટા પાયે નુકસાન
- છેલ્લા 3 મહિના દરમિયાન ઇઝરાયેલની અર્થવ્યવસ્થામાં ખોરવાશે
હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલ પણ ભારે કિંમત ચૂકવી રહ્યું છે. આ યુદ્ધમાં હમાસની સાથે ગાઝા પણ નષ્ટ થઈ રહ્યું છે, પરંતુ ઈઝરાયેલને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. તેનાથી ઈઝરાયેલની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે.
ઇઝરાયેલની અર્થવ્યવસ્થા 11 ટકા ઘટી શકે
હમાસ અને ઈઝરાયેલ યુદ્ધ વધુ ઉગ્ર રીતે આગળ વધશે તો ઈઝરાયેલની અર્થવ્યવસ્થા 11 ટકા સંકોચાઈ જશે. જેપી મોર્ગને આગાહી કરી છે કે વર્ષના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ઇઝરાયેલની અર્થવ્યવસ્થા 11 ટકા ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે જો આવું થશે તો ઈઝરાયલ માટે મોટું નુકસાન થશે. આ યુદ્ધમાં ઈઝરાયેલને મોટી રકમ ખર્ચ કરવી પડી રહી છે.
યુદ્ધના કારણે ઈઝરાયેલને મોટા પાયે નુકસાન
અમેરિકા ઈઝરાયલને ઘણા પૈસા આપી રહ્યું છે, પરંતુ હજુ પણ ઈઝરાયેલ પર ઘણો બોજ પડશે. નિષ્ણાતોના મતે તેનું એક મોટું કારણ ઇઝરાયેલમાં કામદારોની અછત છે. 1 કરોડથી ઓછી વસ્તી ધરાવતા આ દેશ માટે ગાઝા પર હુમલો ચાલુ રાખવો ખૂબ જ મુશ્કેલ બનશે. કારણ કે ત્યાં કામ કરતા લોકોની અછત હશે. ગાઝા પર હુમલાની વચ્ચે નજીકના અન્ય દુશ્મન દેશો પણ ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં ઇઝરાયલે બે મોરચે લડવું પડશે.
4 દિવસે ઇઝરાયેલને યુદ્ધમાં એક અબજ ડોલરનો ખર્ચ
ઈઝરાયેલમાં સૈનિકોની સંખ્યા પણ એટલી વધારે નથી. ત્યાં કામ કરતા મોટી સંખ્યામાં લોકો યુદ્ધના કામમાં વ્યસ્ત બની ગયા છે. સૈનિકોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે અર્થવ્યવસ્થામાં મહત્ત્વનું યોગદાન આપનારા સામાન્ય ઇઝરાયેલી નાગરિકો યુદ્ધમાં ભાગ લેવાનું શરૂ કરશે. જેના કારણે તેની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થશે. ઈઝરાયેલની કરન્સી સતત ઘટી રહી છે અને 11 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર 4 દિવસે ઇઝરાયેલને યુદ્ધમાં એક અબજ ડોલરનો ખર્ચ કરવો પડી શકે છે.
આમ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયું જ્યારે હમાસે ઈઝરાયેલ પર એક પછી એક 5000 રોકેટ છોડ્યા. આમાં લગભગ 1400 ઈઝરાયેલના લોકોના મોત થયા હતા. આ પછી ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી. આ યુદ્ધ હવે ઈઝરાયેલ માટે મોંઘુ સાબિત થઈ રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના લગભગ 8 હજાર લોકોના મોત થયા છે. ઈઝરાયેલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.