• છેલ્લા 24 દિવસથી ચાલી રહેલું હમાસ-ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ચાલુ
  • ચીને હમેશા ઈરાનની આંતરિક બાબતોમાં કરી છે મદદ
  • ઈરાન અને ચીન વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી

છેલ્લા 24 દિવસથી ચાલી રહેલું હમાસ-ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ યથાવત છે તેવામાં હવે ચીને ઇરાનને સમર્થન આપવાનું વચન આપ્યું છે. ચીને હમેશા ઈરાનની આંતરિક બાબતોમાં કોઈપણ બાહ્ય હસ્તક્ષેપનો સખત વિરોધ કરે છે છતા રણનીતિ કઇ અલગ જ ઘડવામાં આવે છે.

6 ઓક્ટોબરે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન ઈરાનના ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્મદ મોખબાર સાથેની મુલાકાત દરમિયાન આ ટીપ્પણી કરી હતી. તેમણે ચીન અને ઈરાન વચ્ચેની "વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી"ની પ્રશંસા કરતા કહ્યું હતું કે બંને દેશોએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં વધઘટ હોવા છતાં 50 થી વધુ વર્ષો સુધી તેમના દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખ્યા છે.

ભારતમાં ચીની દૂતાવાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, લીએ ઈરાન માટે ચીનના સમર્થનની પુનઃપુષ્ટિ કરી અને કહ્યું કે તેમનો દેશ ઈરાનની આંતરિક બાબતોમાં કોઈપણ બાહ્ય હસ્તક્ષેપનો સખત વિરોધ કરે છે". તેમણે કહ્યું હતું કે “બંને પક્ષોએ બંને દેશો વચ્ચે વ્યાપક સહકાર યોજના અમલમાં મૂકવી જોઈએ, બેલ્ટ એન્ડ રોડ સહયોગને આગળ વધારવો જોઈએ, વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ ગાઢ બનાવવો જોઈએ અને શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન અને થિંક ટેન્ક સહિત લોકો-થી-લોકો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરવું જોઈએ. આપણે પરસ્પર ફાયદાકારક સહકારને મજબૂત બનાવવો જોઈએ અને ચીન-ઈરાન સહયોગમાં નવી અને સતત સિદ્ધિઓ માટે કામ કરવું જોઈએ.

ચીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ઈરાન સાથે સંકલનને પ્રોત્સાહન આપવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ તેમણે ચાલુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં વધતા તણાવનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. ઈઝરાયેલ પર ઑક્ટોબર 7ના અભૂતપૂર્વ આતંકવાદી હુમલામાં ઈરાન હમાસના સીધા જ સામેલ હોવાના કોઈ સ્પષ્ટ પુરાવા નથી, તેમ છતાં, ઈસ્લામિક શાસન સતત હમાસનું સૌથી મોટું સમર્થક રહ્યું છે. હમાસે ઈઝરાયેલ પર અચાનક હુમલો કર્યો તેના બીજા દિવસે, હમાસની લશ્કરી પાંખ, અલ-કાસિમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઓબેદાએ નરસંહારને સક્ષમ કરવા માટે ઈરાનને શ્રેય આપ્યો.


  • Follow us on: