- આ યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલી શકે છે: PM નેતન્યાહુ
- ઇજિપ્તે દર્શક ન રહેવું જોઇએઃ હમાસ
- યુદ્ધમાં અત્યાર સુધીમાં 9500થી વધુ લોકોના મોત
ઇઝરાયેલ હમાસ યુદ્ધ ગાઝામાં ઇઝરાયેલ સૈનિકોની સંખ્યા વધી રહી છે. ઇઝરાયલી સૈનિકો પણ હમાસ દ્વારા બંધક બનાવેલા લોકોને સુરક્ષિત રીતે ઇઝરાયલ લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યુદ્ધ હજુ ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે છે જેના માટે ઈઝરાયેલ સંપૂર્ણ રીતે તૈયાર છે. PM નેતન્યાહુએ કહ્યું કે યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 24મો દિવસ છે. બંને તરફથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 9500થી વધુ લોકોના મોત થયા છે. ગાઝામાં મૃત્યુઆંક 8000ને વટાવી ગયો છે. તે જ સમયે, 1400 થી વધુ ઇઝરાયેલ નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે.
ગાઝામાં IDFની વધતી ગતિવીધિ
ગાઝામાં ઈઝરાયેલ સૈનિકોની સંખ્યા સતત વધી રહી છે. ઇઝરાયલી સૈનિકો પણ હમાસ દ્વારા બંધક બનાવેલા લોકોને સુરક્ષિત રીતે ઇઝરાયલ લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.તે જ સમયે, 30 ઑક્ટોબરના રોજ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે માહિતી આપી હતી કે તેણે સીરિયામાં સીરિયન વિસ્તારમાં લશ્કરી માળખા પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે આ સીરિયા દ્વારા કરવામાં આવેલા હુમલાનો બદલો લેવામાં આવશે,
યુદ્ધને લઇ ઈઝરાયેલના PMનું નિવેદન
ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, "ગાઝા માટેનું યુદ્ધ લાંબુ અને મુશ્કેલીઓથી ભરેલું હશે, પરંતુ અમે તેના માટે તૈયાર છીએ. આ આઝાદી માટેનું આ અમારું બીજું યુદ્ધ છે. અમે અમારી જમીન, જમીન, હવા માટે લડી રહ્યા છીએ. અને અમારા સૈનિકો જમીન દ્વારા હમાસ સામે યુદ્ધ લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.
ગાઝામાં ભૂખ્યાં-તરસ્યા તડપતા લોકો
હાલમાં ગાઝામાં હજારો લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને સારવારની સખત જરૂર છે. ગાઝાના લોકો, જેઓ વીજળી, પાણી, ઇંધણ, દવા અને ખાદ્યપદાર્થો સાથે સંઘર્ષ કરી રહ્યા છે, તેઓ વિશ્વની મદદ માટે વિનંતી કરી રહ્યા છે.