• ઓસ્ટ્રેલિયાનો ફિલિપ આઈલેન્ડ અત્યંત ખતરનાક મનાય છે
  • મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે
  • ભારતીય દૂતાવાસે આપી જાણકારી

સોશિયલ મીડિયા પર જાહેર કરેલી એક પોસ્ટમાં લખ્યું કે ઓસ્ટ્રેલિયામાં હૃદય હચમચાવતી એક કરૂણ ઘટના બની છે. વિક્ટોરિયાના ફિલિપ આઈલેન્ડ પર ચાર ભારતીયોનાં ડૂબી જવાથી મોત થયું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના... હાઈ કમિશનરે પીડિત પરિવારોનાં સંપર્કમાં છે. અને તમામ જરૂરી મદદ કરવામાં આવી રહી છે. આ ઘટના 24 જાન્યુઆરી બુધવારની સાંજની છે. પોલીસે જણાવ્યું કે તેમને સાંજે ચાર વાગ્યે ફિલિપ આઈલેન્ડ પર લોકોનાં ડૂબી જવાની સૂચના મળી હતી. સૂચનાને લઈ એક બચાવ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ત્રણ મહિલા અને એક યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામને સીપીઆર આપી ભાનમાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. પરંતુ ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક મહિલાને તાબડતોબ અન્ય હોસ્પિટલ લઈ જવા એરલિફ્ટની મદદ લેવાઈ હતી.

મૃતકોમાં બે મહિલા અને એક યુવક આશરે 20 વર્ષનો હતો. ઉપરાંત એક મહિલા જેની ઉંમર 40 હતી. તમામ એક જ પરિવારના હતા. ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે એક મહિલા બેભાન હતી. જેને એરલિફ્ટ કરી મેલબોર્નના અલ્ફ્રેડ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન તેનું પણ મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર મૃતક ત્રણેય ઓસ્ટ્રેલિયામાં જ રહેતા હતા. જ્યારે 40 વર્ષીય મહિલા રજાઓ માણવા ઓસ્ટ્રેલિયા આવી હતી.

દરિયાઈ ગુફાઓ માટે જાણીતું છે ફિલિપ આઈલેન્ડ

વિક્ટોરિયાના ફિલિપ આઈલેન્ડ પોતાની ગુફાઓ ધરાવતા બીચ માટે પ્રસિદ્ધ છે. અહીં સમુદ્રની અંદર ગુફાઓ છે. પરંતુ સ્થાનિકો આને ખતરનાક માને છે. કારણ કે અહીં સુરક્ષાની પૂરતી કોઈ વ્યવસ્થા નથી. તેમજ લાઈફગાર્ડ પેટ્રોલિંગની પણ સુવિધા નથી.

  • Follow us on: