• ગાઝામાં 10 મહિનામાં ખંડેર જેવી સ્થિતિ
  • ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 10 માસથી યુદ્ધ યથાવત્
  • આશરે 40 હજાર લોકોનાં મોત થઈ ચુક્યા છે

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 10 મહિનાથી યુદ્ધ સ્થિતિ યથાવત્ છે. આ દરમિયાન ગાઝામાં ઈઝરાયલના સતત હુમલા થઈ રહ્યા છે. હમાસ અને ઈઝરાયલના આ યુદ્ધમાં ગાઝાના લોકોનુમં જીવન નર્ક કરતાં બદ્દતર થઈ ચુક્યું છે.

આ યુદ્ધમાં આશરે 40 હજાર લોકોનાં મોત થઈ ચુક્યા છે. આના કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થે, હોસ્પિટલોમાં સારવાર, દવા અને તબીબોની અછત છે. જો કે સામાન્ય જનતાની પાયાની વસ્તુઓ પણ પુરી થઈ થઈ રહી.


બાળકીઓને તબીબોએ મૂંડન કરવાની સલાહ આપી

ગાઝામાં 70 ટકા ઘર અને ઈમારતો ખંડેર સ્થિતિમાં તબદિલ થઈ ગયા છે. આશરે 90 ટકા કરતાં વધુ વસ્તી બેઘર બની ગઈ છે. પોતાના જ દેશમાં શરણાર્થીઓની શિબિરમાં રહેવા મજબૂર બન્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે દરેક ચીજની અછત વર્તાઈ રહી છે. ભીડ ધરાવતા વિસ્તારમાં ચેપની બીમારી ફેલાઈ છે. ગાઝામાં સાબુ, શૅમ્પૂ, પીરિયડસ પ્રોડકટના અભાવે સ્થિતિ તંગ છે. સ્થિતિ એટલી તો કથળી ગઈ છે કે આખરે તબીબોએ યુવતીઓ, બાળકીઓને માથાના વાળ કાપવાની સલાહ આપી.

ગરમી, ભીડને લીધે બીમારીઓનો ખતરો

ગાઝાના તબીબોએ બીમારીઓને જોતા કહ્યું કે, આ વિસ્તારોમાં વધુ ભીડ, ગરમી, પરસેવો અને ન્હાવા માટે પાણીની અછતને લીધે વિવિધ બીમારીઓ વધી રહી છે. જ્યારથી ઈઝરાયલે ઈજિપ્ત અને રફા સરહદ પર કબ્જો કર્યો છે ત્યારથી વિદેશી મદદ મળવી બંધ થઈ ગઈ છે. માનવીય સંકટ એટલી હદે વધ્યું છે કે, ના પૂછો વાત. જોકે ઈઝરાયલે આ બધા આરોપ ફગાવી દીધા છે.

  • Follow us on: