- અમેરિકાના જાણીતા બિઝનેસ ટાયકૂનોને આતંકી જૂથે આપી ધમકી
- અલ-કાયદા એ વૈશ્વિક કુખ્યાત આતંકી જૂથ છે
- અમેરિકી અર્થવ્યવસ્થાને ટાર્ગેટ કરવા વીડિયો મોકલી ધમકી આપી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્ છે ત્યારે વૈશ્વિક આતંકી સંગઠન અલ-કાયદા અમેરિકાએ ઈઝરાયલને આપેલા ટેકાને લીધે ગુસ્સામાં છે. આ કારણે અમેરિકાના દિગ્ગજ બિઝનેસ ટાયકૂનોને ટાર્ગેટ કરવા માગે છે. આતંકી સંગઠને ચેટરૂમના માધ્યમથી અમેરિકી બિઝનેસમેન એલન મસ્ક, બિલ ગેટ્સ અને સત્યા નડેલાની હત્યા કરવા અને અમેરિકી અર્થવ્યવસ્થાને ટાર્ગેટ કરવાની ધમકી ઉચ્ચારી છે.
એક રિપોર્ટ પ્રમાણે પૅન ઈસ્લામિક આતંકી સંગઠન અલ-કાયદાએ પોતાના સમર્થકોને અમેરિકા, બ્રિટન અને ફ્રાંસની કંપનીઓ તરફથી ઓપરેટ થતી ફલાઈટ પર હુમલા કરવાની અપીલ કરી છે. અલ-કાયદાની યાદીમાં અમેરિકન એરલાઈન, કૉન્ટિનેન્ટલ, ડૅલ્ટા, બ્રિટિશ એરવેઝ, એરફ્રાંસ અને એર ફ્રાંસ-કેએલએમ પણ સામેલ છે.
અલ-કાયદાનો ઓપન-સોર્સ જિહાદ સંદેશ
પૅન ઈસ્લામિક આતંકી સંગઠન અલ-કાયદા જૂથની મીડિયા શાખા અલ-માલાહેમ પ્રમાણે અમેરિકા અને તેના સહયોગી ઈઝરાયલની મદદથી યુદ્ધને ટેકો આપતા તેઓ આતંકી સંગઠનના નિશાના પર છે. એક વીડિયો ક્લિપમાં આતંકી જૂથે પૅલેસ્ટિનના સમર્થનમાં ઓપન સોર્સ જિહાદનું આહવાહન કર્યું છે. આ આતંકી જૂથે દુનિયા ભરના આતંકીઓને બોમ્બ બનાવવાની જાણકારી પણ આપી છે.
અલ-કાયદાએ જણાવ્યું કે, મસ્ક, ગેટ્સ અને પૂર્વ અમેરિકી ફેડરલ રિઝર્વ અધ્યક્ષ બેન બનાર્નના યહુદી-અમેરિકી અર્થવ્યવસ્થાનો હિસ્સો છે. આના લીધે તેઓ તમામ અમારા ટાર્ગેટ પર છે. આ બધા લોકોએ ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં યહુદીઓનું સમર્થન કર્યું છે.
ઓપન સોર્સથી લોન વુલ્ફની ટ્રેનિંગ
અલ-કાયદાએ ઓપન સોર્સ જિહાદ અભિયન આતંકી સાહિત્યના માધ્યમથી મુસ્લિમોને લલચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ સિવાય તેમને બોમ્બ નાવવા માટે જરૂરી પ્રાથમિક ટ્રેનિંગ અને લોન વુલ્ફ જેમ કામ કરવા વિશે શીખવાડવામાં આવી રહ્યું છે. ઓપન સોર્સ જિહાદ શબ્દ પ્રથમવાર જુલાઈ-2010માં અલ-માલાહેમે પોતાના અંગ્રેજી સામયિકમાં કર્યો હતો.
અલ-કાયદાએ એક વીડિયો ઈશ્યુ કરીને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત વિશ્વના નેતાઓને મુલાકાત કરતા દર્શાવ્યા છે. અલ-કાયદાએ તેઓ પર ઈસ્લામ સામે યુદ્ધ છેડવવાનો આરોપ મુક્યો છે.