- નિજ્જરની હત્યાનો લગાવ્યો આરોપ
- ગુરૂદ્વારાનો વીડિયો થયો વાયરલ
- અમેરિકામાં રહે છે પન્નુ
ભારત વિરૂદ્ધ વારંવાર ઝેર ઓકતો ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુએ વધુ એક નાપાક હરકત કરી છે. પન્નુએ ન્યૂયોર્કમાં સ્થિત ગુરૂદ્વારામાં પોતાના સમર્થકોને મોકલી ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ સાથે ખરાબ વ્યવહાર કરાવ્યો છે. ગુરૂદ્વારામાં પહોંચેલા ભારતીય રાજદૂતની સાથે ખાલિસ્તાની સમર્થકોએ ધક્કામુક્કી કરી હતી. આ પહેલા બ્રિટનમાં પણ આવી રીતે જ ભારતીય રાજદૂત સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો.
આ મામલો ન્યૂયોર્કનો છે જ્યા ભારતીય રાજદુત તરનજીત સિંહ સંધુ પહોંચ્યા હતા. અહીં પહેલેથી હાજર ખાલિસ્તાનીઓએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમા ખાલિસ્તાનીઓ તમે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી છે અને હવે પન્નુને મારવાની યોજના બનાવી રહ્યાં છો.
લગાવ્યો ગંભીર આ આરોપ
ન્યૂયોર્કના હિક્સવિલે ગુરુદ્વારામાં ખાલિસ્તાન સમર્થકોનું નેતૃત્વ કરી રહેલા હિમ્મત સિંહે રાજદૂત સંધુ સાથે ગેરવર્તણૂક કરી અને હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો. નિજ્જર સરે ગુરુદ્વારાના પ્રમુખ તેમજ ખાલિસ્તાન લોકમત માટે કેનેડિયન જૂથના સંયોજક હતા.
કોણ હતો હરદીપ સિંહ નિજ્જર?
હરદીપ સિંહ નિજ્જર એક અગ્રણી શીખ અલગતાવાદી નેતા હતો જે ભારતના પંજાબ અને આસપાસના શીખ ધાર્મિક લઘુમતીઓ માટે એક સ્વતંત્ર દેશ ખાલિસ્તાન માટેની ચળવળમાં સક્રિય હતો. બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 18મી જૂનના રોજ સાંજે કેનેડા પોલીસને એવા સમાચાર મળ્યા હતા કે નિજ્જર તેમના પિક-અપ ટ્રકમાં મળી આવ્યા છે અને તેને અનેક ગોળીઓ મારવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ભારતે તેના પર 'દેશદ્રોહ અને બળવાખોરીને પ્રોત્સાહન આપવાનો' અને 'દેશમાં વિવિધ સમુદાયો વચ્ચે નફરતનું વાતાવરણ પેદા કરવાનો પ્રયાસ' કરવાનો આરોપ લગાવ્યો હતો.