• યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના PM નેતન્યાહુનું નિવેદન
  • અમે ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી કરી છે: PM નેતન્યાહુ
  • હમાસનો હુમલો 'મધ્ય પૂર્વને બદલશે: PM નેતન્યાહુ

હમાસ-ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. તેવામાં ઈઝરાયેલના PM નેતન્યાહુ કહ્યું હતું કે ઇઝરાઇલ દ્વારા ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી જાહેર કર્યા પછી હમાસ હુમલો 'મધ્ય પૂર્વ બદલી નાખશે. 

USએ ઇઝરાયેલને સમર્થન આપવાનું આપ્યું હતું વચન 

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને લઇ વિશ્વના નેતાઓએ આતંકી હુમલાને લઇ નિંદા કરી હતી. જેમાં ખાસ કરીને ઇઝરાયેલની મદદ માટે US આવ્યું છે. US યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનો મોકલી રહ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે, અમેરિકાએ ઇઝરાયેલને વચન આપ્યું હતું કે કોઇ પણ પરીસ્થિતિ આવે અથવા યુદ્ધ થાય તેવા સંજોગોમાં અમેરિકા હમેશા ઇઝરાયેલ સાથે રહે છે. USએ ઇઝરાયેલને સમર્થન આપવાનું વચન આપ્યું હતું. જેના કારણે અમેરિકા ઇઝરાયેલને યુદ્ધ જહાજો અને ફાયટર વિમાનો મોકલી રહ્યું છે. જોકે હમાસ દ્વારા હવાઇ હુમલાના ત્રીજા દિવસે ઇઝરાયેલ-પેલેસ્ટાઇનની લડાઇ યથાવત છે તેવામાં  ઈઝરાયેલના PM નેતન્યાહુએ દાવો કર્યો હતો કે હમાસના હુમલા સામે ઇઝરાયેલનો વળતો પ્રહાર "મધ્ય પૂર્વને બદલી નાખશે. આ સાથે ઇઝરાયેલના રક્ષામંત્રીએ જાહેરાત કરી હતી કે ઇઝરાયેલ ગાઝા પર ઘેરાબંધી કરી લીધી છે. ગાઝાને વીજળી, ખોરાક, પાણી સહિતની ચીજ વસ્તુ સપ્લાય કરશે.

હમાસ-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,200 થી વધુ લોકો માર્યા ગયા છે, અને બંને વચ્ચે 4,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સાથે નાગરિકો અને સૈનિકો સહિત લગભગ 130 ઇઝરાયેલીઓને બંધક બનાવવામાં આવ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે સંકેત આપ્યો હતો કે શનિવારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલે હવાઇ હુમલામાં 493 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. બીજી બાજુ ઇઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલ મૃત્યુઆંક 800ને પાર પહોંચી ગયો છે.

ઈઝરાયેલના 1 લાખ સૈનિકોને યુદ્ધના મેદાનમાં ઉતર્યા

ઇઝરાયેલે સોમવારે કહ્યું કે તે ખાદ્ય અને વીજ પૂરવઠો બંધ સહિત ગાઝાની સંપૂર્ણ નાકાબંધી લાદવા માટે આગળ વધી રહ્યું છે. મિડલ ઇસ્ટ આઇના જણાવ્યા અનુસાર, શનિવારે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ ઇઝરાયેલે વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખ્યા પછી ગાઝા સંપૂર્ણ વીજ અંધારપટનો સામનો કરી રહ્યું છે. ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગાલાન્ટે કહ્યું કે ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. વીજળી નથી, ખોરાક નથી, બળતણ નથી… બધું બંધ છે. તેમણે કહ્યું કે અમે માનવ પ્રાણીઓ સામે લડી રહ્યા છીએ. આ સાથે ઈઝરાયેલે ગાઝા પર ફરીથી કબજો કરવા માટે તેના 1 લાખ સૈનિકોને યુદ્ધના મેદાનમાં તૈનાત કર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હમાસે 2007માં પેલેસ્ટિનિયન દળો પાસેથી સત્તા આંચકી લીધી ત્યારથી ઈઝરાયેલ અને ઈજિપ્તે ગાઝા પર વિવિધ સ્તરની નાકાબંધી લાદી છે.

લગભગ 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચેના ત્રણ દિવસના સંઘર્ષ પછી નાકાબંધીનો આદેશ આવ્યો છે, જેમાં બંને પક્ષે લગભગ 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલમાં 44 સૈનિકો સહિત 700થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ હમાસ પર હુમલો કરીને આતંકવાદી સંગઠનનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સોમવારે ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે ગાઝાની આસપાસના તમામ સમુદાયો પર નિયંત્રણ મેળવી લીધું છે.


  • Follow us on: