• ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકો મૃત્યુ 
  • ગાઝાપટ્ટીમાં 400થી વધુ લોકોના મોતને ભેટ્યા
  • ગાઝામાં 1.23 લાખ પેલેસ્ટિની ઘર વિહોણા

ઈઝરાયલ અને ગાઝામાં સંચાલિત આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે અતી ભયાનક થતી ગઇ છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકો મૃત્યુ થયા છે. ઈઝરાયલ સરકારે પેલેસ્ટાઈનને સોશિયલ મીડિયામાં ચેતવણી આપતા લખ્યું હતું કે આ તમારૂ અંતીમ યુદ્ધ હશે. 

મળતી માહિતી મુજબ  ઈઝરાયલ અને ગાઝામાં સંચાલિત આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે અતી ભયાનક થતી ગઇ છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકો મૃત્યુ થયા છે. જ્યારે ગાઝાપટ્ટીમાં 400થી વધુ લોકોના મોતને ભેટ્યા છે. તેવામાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈઝરાયલ PM બેન્જામિન નેતન્યાહૂના એક કેબિનેટ મંત્રીએ ટ્વિટમાં 'આ અંતિમ યુદ્ધ હશે'. નો ઉલ્લેખ કર્યો છે.

આ અંતિમ યુદ્ધ હશેનો હુંકાર

આ ટ્વિટમાં કેબિનેટ મંત્રીએ લખ્યું કે, 11 સપ્ટેમબર (9/11 અમેરિકામાં હમલો)ના એક દિવસ પછી હું મારા દાદાને મળવા ગયો હતો. ત્યારે તે 96 વર્ષના હતા. હું જયારે તેમને મળવા પહોંચ્યો ત્યારે તે પહેલીવાર હતો કે તે મને જોઈને ખુશ ન હતા. ત્યારે તેમણે મને અલકાયદા જૂથના હમલા વિષે કહ્યું અને બોલ્યા કે તે આખી દુનિયા પર કબજો કરી શકે છે. ત્યારે મેં તેમણે શાંત કરી કહ્યું કે આ ચેતવણી છે અને આંતકવાદને હરવામાં આવશે. આગળ તેના ટ્વીટમાં પેલેસ્ટાઈનને ચેતવણી આપતા તેમણે લખ્યું, તે જ રીતે આ ગાઝા યુદ્ધને પણ અંતિમ યુદ્ધ બનાવવાની યોજના તૈયાર છે.

ગાઝામાં 1.23 લાખ પેલેસ્ટિની ઘર વિહોણા

ત્રણ દિવસથી ચાલી રહેલું આ ઘમાસાણ યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ઈઝરાયલની એરસ્ટ્રાઈકને પગલે ગાઝામાં અત્યાર સુધીમાં 1,23,000 પેલેસ્ટિની બેઘર થઈ ગયા છે. 74 હજાર લોકોએ સ્કૂલોમાં શરણ લઈ રાખી છે. વીજળી ગુલ થવાને કારણે હોસ્પિટલોમાં કામ કરવામાં તકલીફ પડી રહી છે. 




  • Follow us on: