- ઈઝારેયલ અને હમાસ વચ્ચેના ત્રીજા દિવસના યુદ્ધ
- IDF આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ ઓપરેશન યથાવત
- PM બેન્જામિન નેતન્યાહુએ એરફોર્સ કંટ્રોલ સેન્ટરનું કર્યુ નિરીક્ષણ
ઈઝારેયલ અને હમાસ વચ્ચેના ત્રીજા દિવસના યુદ્ધમાં પણ ચારેકોરથી ફાયરિંગ, આકાશમાંથી મિસાઈલોનો મારો થઈ રહ્યો છે. તેવામાં ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલ એરફોર્સ કમાન્ડર મેજર જનરલ તોમર બાર સાથે ઈઝરાયેલ એરફોર્સ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી.
ઈઝારેયલ PMએ એરફોર્સ કંટ્રોલ સેન્ટરનું કર્યુ નિરીક્ષણ
ઈઝારેયલ અને હમાસ વચ્ચેના ત્રીજા દિવસના યુદ્ધમાં પણ ચારેકોરથી ફાયરિંગ, આકાશમાંથી મિસાઈલોનો મારો થઈ રહ્યો છે. રસ્તે-રસ્તે આતંકવાદીઓ ફરી ખુંવારી સર્જી રહ્યા છે, તો ઘણા ઈઝરાયેલીઓને બંધક બનાવી ક્રુરતા આચરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આતંકવાદીઓની હેવાનિયતના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ઈઝારેયલ લડી લેવાની મુડમાં છે. PM બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલ એરફોર્સ કમાન્ડર મેજર જનરલ તોમર બાર સાથે ઈઝરાયેલ એરફોર્સ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. હમાસના હુમલાના મળતા જવાબ આપવા માટે ઇઝરાયલ એરફોર્સે ડઝનેક યુદ્ધ વિમાનો સાથે ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વિસ્તારો પર હુમલો કર્યો છે.ઇઝરાયેલ એરફોર્સ (IAF) એ સોશિયલ મીડિયમાં આ અંગે માહિતી આપી છે.
IDF આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ ઓપરેશન યથાવત
આતંકવાદનો અંત કરવા માટે એરફોર્સ સાથે 12 થી વધુ એરફાઇટર લઇને ગાઝા પટ્ટી પર હુમલો કરી રહ્યા છે. ઈઝારેયલની વાયુસેનાએ થોડા સમય પહેલા ગાઝા પટ્ટીમાં ઘાતક હવાઈ હુમલા કરવા માટે આવા ડઝનેક ફાઈટર જેટ્સનો ઉપયોગ કર્યો હતો. IDFબીટ હેનોનમાં સરહદની નજીકના વિસ્તારોમાં હવાઇ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાથી આતંકીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
DF આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ ઓપરેશન ચાલુ રાખશે. જણાવી દઈએ કે આ સંઘર્ષમાં બંને પક્ષે મૃત્યુઆંક 1,100ને પાર કરી ગયો છે અને હજારો લોકો ઘાયલ થયા છે. યુનાઈટેડ નેશન્સે અહેવાલ આપ્યો છે કે રવિવારની મોડી રાત સુધીમાં, ઇઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝામાં 159 મકાનો નાશ પામ્યા હતા અને અન્ય 1,210ને નુકસાન થયું હતું. ગાઝામાં વિસ્થાપિત લોકોની સંખ્યા 1,23,000થી વધુ થઈ ગઈ છે. ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા મોટી સંખ્યામાં ઈઝરાયેલ સૈનિકો અને નાગરિકો, ખાસ કરીને મહિલાઓને પણ બંધક બનાવવામાં આવી રહી છે.