- હમાસે દક્ષિણ લેબેનોનમાં કર્યો હુમલો
- ઇઝરાયેલ ડિફેન્સ આર્મીએ આપ્યો વળતો જવાબ
- બોર્ડર પરથી નાગરિકોને સાવચેત રહેવા આપી સૂચના
ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે આઠમા દિવસે પણ સંઘર્ષ ચાલુ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 3500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 12 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ હમાસના આતંકવાદીઓએ દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયેલની 5 જગ્યાઓને નિશાન બનાવી છે. ઈઝરાયેલે પણ આ હુમલાનો જવાબ આપ્યો છે. દક્ષિણ લેબનોનમાં રોકેટ અને મિસાઈલથી હુમલા ચાલુ છે. ઇઝરાયેલ ડિફેન્સ આર્મી (IDF) એ લેબનોનમાં ટેન્કોમાંથી ગોળીબાર કરીને વળતો જવાબ આપ્યો છે. લેબનીઝ બોર્ડર પર ઈઝરાયેલના નાગરિકોને તાત્કાલિક બંકરોમાં જવાની સૂચના આપવામાં આવી છે.
હમાસે દક્ષિણ લેબેનોનમાં કર્યો હુમલો
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલની સેનાએ ઓછામાં ઓછા 10 લાખ પેલેસ્ટાઈનીઓને ઉત્તરી ગાઝા ખાલી કરીને દૂર દક્ષિણ તરફ જવા કહ્યું છે, ત્યારબાદ પેલેસ્ટિનિયન લોકોએ આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હિજરત કરવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયેલની ચેતવણી વચ્ચે જમીની કાર્યવાહીની આશંકા વધી ગઈ છે. શુક્રવારે ઇઝરાયેલ દ્વારા ચાલુ હુમલાઓ વચ્ચે, લોકો તેમની કાર, ટ્રક અને ખચ્ચર પર પરિવારના સભ્યો અને કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ સાથે ભરીને દક્ષિણના મુખ્ય રસ્તાઓ તરફ પ્રયાણ કર્યું.
ઇઝરાયેલ ડિફેન્સ આર્મીએ આપ્યો વળતો જવાબ
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસની મીડિયા ટીમે કહ્યું કે યુદ્ધ વિમાનોએ દક્ષિણ તરફ જતી કારને નિશાન બનાવી, તેમાં મુસાફરી કરી રહેલા 70થી વધુ લોકો માર્યા ગયા. ઇઝરાયલની સૈન્યએ જણાવ્યું હતું કે તેના સૈનિકોએ આતંકવાદીઓને ખતમ કરવા માટે ગાઝામાં કામચલાઉ દરોડા પાડ્યા હતા અને લગભગ એક અઠવાડિયા પહેલા હમાસના ઇઝરાયેલ પરના હુમલા બાદ અપહરણ કરાયેલા લગભગ 150 લોકોની શોધખોળ કરી હતી.
ઇઝરાયેલ સેનાએ તેના ખાલી કરાવવાના આદેશમાં જણાવ્યું હતું કે તેણે ગાઝા શહેરની આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ હમાસના ઠેકાણાઓને નિશાન બનાવવાની યોજના બનાવી છે. પરંતુ હમાસે લોકોને ઘર ખાલી કરવાની સૂચનાઓને અવગણવાની અપીલ કરી છે.