• સતત 8 દિવસથી ચાલી રહેલું ઇઝરાયેલ-હમાસ યુદ્ધ
  • 7 હજાર લોકોને પરત લાવવાની થાઈલેન્ડની તૈયારી 
  • ઇઝરાયેલમાં લગભગ 30,000 થાઈલેન્ડના નાગરિકો કરે છે કામ

ઇઝરાયેલ-હમાસ યુદ્ધના આઠમ દિવસ થઇ ચુક્યા છે છતા મહાજંગ અટકવાનું નામ નથી લઇ રહ્યો. તેવામાં થાઈલેન્ડના PM શ્રેથા થવિસિને જણાવ્યું હતું કે, હમાસ-ઈઝરાયેલ યુદ્ધમાં શનિવારે વધુ 3 થાઈ લોકો માર્યા ગયા હતા. આ સાથે મૃત્યુઆંક વધીને 24 થઈ ગયો છે અને ઘાયલોની સંખ્યા 16થી વધુ છે. 

સતત 8 દિવસથી ચાલી રહેલું ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો અંત હજુ દેખાઇ નથી રહ્યો. પરંતુ બન્ને દેશ વચ્ચે ઘમાસાણ જંગ યથાવત છે. 7 ઓક્ટોબરના રોજ ગાઝાના ઉગ્રવાદી જૂથ હમાસે ઇઝરાયેલ પર હજારો મિસાઇલો છોડી હતી. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. અત્યાર સુધીમાં બંને પક્ષે 3 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દરમિયાન, થાઈલેન્ડના વડા પ્રધાન શ્રેથા થવિસિને જણાવ્યું હતું કે હમાસ-ઈઝરાયેલ યુદ્ધમાં શનિવારે વધુ ત્રણ થાઈ લોકો માર્યા ગયા હતા. આ સાથે મૃત્યુઆંક વધીને 24 થયો જ્યારે ઘાયલોની સંખ્યા 16 થઈ ગઈ છે.

હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં હજારો લોકો મોતને ભેટ્યા

થાઈલેન્ડના PM  શ્રેયા થવિસીને કહ્યું કે, હમાસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા છે. જ્યારે 16 ઘાયલ થયા છે. થાઇલેન્ડના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલમાં લગભગ 30,000 થાઈલેન્ડના નાગરિકો કામ કરે છે, જે મોટાભાગે કૃષિ ક્ષેત્રમાં છે. તે જ સમયે, હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલે સ્પષ્ટ કહ્યું હતું કે યુદ્ધ હમાસ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અમે તેને ખતમ કરીશું. તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝાના લોકોને હમાસના અડ્ડાઓની આસપાસના વિસ્તારો ખાલી કરવા કહ્યું હતું. ઇઝરાયેલની ચેતવણી બાદ હજારો પેલેસ્ટિનિયનો આશ્રયની શોધમાં દક્ષિણ ગાઝા તરફ ભાગી ગયા છે.

7 હજાર લોકોને પરત લાવવાની તૈયારી

ઈઝરાયેલે દાવો કર્યો હતો કે હમાસે ઈઝરાયેલમાં આયોજિત મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન 150 ઈઝરાયલીઓ અને વિદેશીઓને બંધક બનાવીને હુમલો કર્યો હતો. તે જ સમયે, થાઇલેન્ડની સરકાર તેના દેશના 16 બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. એક થાઈ બંધકની પત્ની કન્યારેત સુર્યાશ્રીએ થાઈ સરકારને વિનંતી કરી કે તે તેના પતિને સુરક્ષિત ઘરે લાવવા માટે શક્ય તેટલું બધું કરે. હું ઈચ્છું છું કે મારા પતિ પાછા આવે. હું તેમને આલિંગન કરવા માંગુ છું. તે જ સમયે, થાઈ રાજદ્વારીઓ 7,000 થાઈ કામદારોને ઘરે લાવવા માટે કામ કરી રહ્યા છે. આ માટે થાઈલેન્ડ સરકારે ઘણી એરલાઈન્સની મદદ લીધી છે.


  • Follow us on: