- સાંબેલાધાર વરસાદને લીધે લાહોર શહેર જળમગ્ન થયું
- લાહોરમાં વરસાદના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- વરસાદી હાલાકીને લીધે લોકોએ પંજાબ પ્રાંતની સરકાર આક્ષેપ કર્યા
ઉલ્લેખનીય છે, કે ગુરુવારે પાકિસ્તાનના લાહોરમાં આશરે ત્રણ કલાક સુધી ભારે વરસાદ ખાબક્યો હતો. જેણે છેલ્લા 44 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. એક અનુમાન મુજબ, અહીં એક જ દિવસમાં લગભગ 350 મીમી વરસાદ પડ્યો છે. જેના લીધે ઘરો અને રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વાયરલ થયેલા વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે રસ્તાઓ પરની કાર સંપૂર્ણ રીતે ડૂબી ગઈ છે. આ સાથે જ સ્ટેન્ડ પર પાર્ક કરાયેલા વાહનો પણ સંપૂર્ણ રીતે ડૂબી ગયેલા જોવા મળે છે તો કેટલીક જગ્યાએ કમર લેવલ સુધી પાણી ભરાયેલું જોવા મળે છે.













