• હવે શાળા-કોલેજમાં આવતી દરેક છોકરી અને મહિલા શિક્ષકે હિજાબ પહેરવો ફરજીયાત
  • જે કોઈ આ આદેશનો અમલ કે પાલન કરવામાં નિષ્ફળ જશે તો કડક કાર્યવાહી
  • આ હુકમ છોકરા-છોકરીઓ સાથે અભ્યાસ કરે છે તે શાળાઓ માટે

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) સરકારે એક નવો આદેશ જાહેર કર્યો છે. આ ફરમાન હેઠળ હવે શાળા-કોલેજમાં આવતી દરેક છોકરી અને મહિલા શિક્ષકે હિજાબ પહેરવો ફરજિયાત બનશે. જો કે, આ હુકમ ફક્ત તે શાળાઓ માટે છે જ્યાં છોકરાઓ અને છોકરીઓ સાથે અભ્યાસ કરે છે. એક પરિપત્ર રજૂ કરીને આ આદેશનો અમલ કરવામાં આવ્યો છે. ઘણા લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. કેટલાક લોકો તેની તુલના અફઘાનિસ્તાન તાલિબાનના આદેશ સાથે કરી રહ્યા છે, જેના હેઠળ છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

શાળા-કોલેજોને આપવામાં આવી ચેતવણી

જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે અંતર્ગત શિક્ષણ વિભાગે તમામ શાળાઓ અને કોલેજોના વહીવટીતંત્રને આ આદેશનો તાત્કાલિક અમલ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ આ આદેશનો અમલ કે પાલન કરવામાં નિષ્ફળ જશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક રીતે સરકારે શાળા અને કોલેજ પ્રશાસનને ચેતવણી આપી છે. આ આદેશનું પાલન નહીં કરનાર અને હિજાબ નહીં પહેરનાર વિદ્યાર્થીની અને શિક્ષક સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.

આ આદેશ શા માટે લાવવામાં આવ્યો છે તેનું કારણ હજુ સુધી સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી. પરંતુ શિક્ષણ વિભાગના અધિકારીઓની વાત માનીએ તો ઘણી સંસ્થાઓ ડ્રેસ કોડનો કડક અમલ કરવામાં નિષ્ફળ નીવડી હોવાનું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં આ આદેશનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે. અધિકારીઓએ ડ્રેસ કોડ વિશે કોઈ માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

હિજાબને પયગંબરનો આદેશ ગણાવ્યો

અધિકારીઓએ આ આદેશને વિભાગની આંતરિક બાબત ગણાવી હતી. અધિકારીઓએ કહ્યું છે કે શાળા અને કોલેજોમાં અનુશાસન સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારના આદેશો રજૂ કરવામાં આવે છે. PoKના શિક્ષણ મંત્રી દિવાન અલી ખાન ચુગતાઈએ દાવો કર્યો છે કે આ આદેશ 'આપણા ધર્મ અને આપણા સમાજના નૈતિક મૂલ્યોને' ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે. તેમના મતે હિજાબ પહેરવો એ અલ્લાહ અને પયગંબરનો આદેશ છે.


  • Follow us on: