હોંડુરાસમાં જેલમાંથી ફરાર થવામાં બે કેદીઓના મોત થયા અને ત્રણ ઘાયલ થયા છે. આ ઘટનામાં કુલ 72 કેદીઓને હોંડુરાસની રાજધાની ટેગુસિગાલ્પાથી આશરે 30 કિલોમીટર દૂર તમરા શહેરમાં જેલમાંથી ફરાર થવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, તેઓએ એ નથી જણાવ્યું કે, તેઓ કઈ રીતે ઈજાગ્રસ્ત થયા હતા.



હવે સ્થિતિ કાબૂમાં

મળતી માહિતી અનુસાર હવે હોંડુરાસની જેલમાં સ્થિતિ શાંત અને પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. જેલ તંત્રએ જણાવ્યું કે, વિશ્વમાં એવી કોઈ જેલ નથી જ્યાં આવું ન થયું હોય. સવારે આશરે ચાર વાગ્યે કેદીઓએ જેલના એક હિસ્સામાં પોતાના જાતે બંધ કરી લીધા હતા. જેથી જવાનોનું ધ્યાન ભટકી જાય.

તમરા શહેરની મહિલા જેલમાં તોફાનો થયા

જેલ તંત્રએ જણાવ્યું કે, કોઈપણ અટકળોને દૂર કરવા ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. ગયા વર્ષે તમરા શહેરની મહિલા જેલમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 46 મહિલાઓનાં મોત થયા હતા.

જેલ વ્યવસ્થામાં ફેરફારની માંગ

આ હત્યાકાંડને કારણે દેશની જેલ સિસ્ટમમાં પરિવર્તન લાવવાની હાકલ થઈ અને હોન્ડુરાસે પાડોશી દેશ અલ સાલ્વાડોરમાં રાષ્ટ્રપતિ નાયબ બુકેલે દ્વારા સ્થાપિત વિશેષાધિકારો વિના જેલોનું અનુકરણ કરવું જોઈએ કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ હતી.


નવી અને મોટી જેલનું નિર્માણ

જૂન મહિનામાં હોંડુરાસના રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ત્રોએ જૂથવાદ હિંસા પર સરકારની મોટી કાર્યવાહી અને લાંબા સમયથી સંકટગ્રસ્ત જેલ સિસ્ટમમાં સુધારાના પ્રયાસો હેઠળ 20 હજારની ક્ષમતા ધરાવતી એક નવી જેલના નિર્માણની જાહેરાત કરી હતી.

  • Follow us on: