- ઈઝરાયલી સૈન્યના જવાનો હણાયા
- ફરી ગાઝા પટ્ટીમાં ઘાતક હુમલો
- ઈઝરાયલ કોઈ કાળે પાછળ નહીં હટે
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે એ દરમિયાન બુધવારની સાંજે દક્ષિણ અને મધ્ય ગાઝા પટ્ટીમાં એક ઘાતક લડાઈમાં 24 સૈનિકોનાં મોત થયા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ ગાઝામાં સૌથી ઘાતક હુમલામાં સૈનિકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. અને જણાવ્યું કે ઈઝરાયલની સેના જીત થાય ત્યાં સુધી લડતી રહેશે.













