- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ બન્યું વિકરાળ
- ઈઝરાયેલે ગાઝા છુપાયેલા આતંકીને ખતમ કરવા પ્લાન
- યુદ્ધે હજારો નિર્દોષ બાળકો સહિત મહિલાઓના લીધા ભોગ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસને જડમૂળથી ખતમ કરવા માટે ઈઝરાયેલે ગાઝાનો નાશ કર્યો છે. ઈઝરાયેલના જમીની હુમલાને કારણે ગાઝાના દક્ષિણ વિસ્તારમાં લોકો રહેવા મજબૂર બન્યા છે.ખાદ્યપદાર્થોની વધતી કિંમતો તેમજ સ્વચ્છતાના અભાવે સ્થિતિ વણસી છે. સ્થિતિ એવી છે કે લોકો પાયાની જરૂરિયાતો માટે પણ જરૃર છે. તમને જણાવી દઈએ કે આંશિક યુદ્ધવિરામ બાદ ગાઝામાં યુદ્ધ ચાલુ છે.
છેલ્લા 2 મહિનાથી વધુ સમય થવા છતા યુદ્ધ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ચોતરફ માત્ર મૃતદેહો અને શહેરનો વિનાશ જેવા દશ્યો જોવા મળી રહ્યા છે. લોકો ભૂખ-તરસ અને રહેવા માટે ઘરબાર નથી. લોકો રોડ-રસ્તા અને અસુરક્ષિત જગ્યા પર રહેવા મજબૂર બન્યા છે. તેવામાં હવે લોકો પાસે રહેવા કે રાહત અને બચાવને લઇ હાલાકી ભોગવી રહ્યા છે. લોકો ભૂખના કારણે મૃત્યુઆંક વધવા લાગ્યો છે. દક્ષિણ ગાઝામાં ભયંકર જીવનની સ્થિતિ રહે છે કારણ કે ઇઝરાયેલના ગ્રાઉન્ડ આક્રમણ વિસ્થાપિત પેલેસ્ટિનિયનો માટે પહેલાથી જ પડકારરૂપ પરિસ્થિતિઓને વધુ ખરાબ કરે છે.













